Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ધનતેરસના દિવસે ઘરની જુદી-જુદી જગ્‍યાઅે ખાસ સફાઇ કરવાથી વિશેષ લાભઃ જ્યોતિષશાસ્‍ત્રનો મત

દિવાળી પહેલા તમે ઘરની સફાઈ કરી ચૂક્યા હશો પરંતુ ધનતેરસના દિવસે ઘરમાં કેટલીક જગ્યાએ ખાસ સફાઈ કરવાથી વિશેષ લાભ થશે. આજે અમે તમને જણાવીશું એવા ઉપાય કે જેની મદદથી તમે આવક, મિલકતમાં વધારો કરી શકશો.

ઈશાન ખૂણાની સફાઈ

વાસ્તુ અનુસાર ઘરમાં ઈશાન ખૂણો સૌથી મહત્વપૂર્ણ હોય છે. જેને દેવતાઓનું સ્થાન કહેવામાં આવે છે. એટલા માટે સામાન્ય રીતે દિશામાં મંદિર બનાવવામાં આવે છે. ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે આવેલો ખૂણો. એટલા માટે ઘરનો ઈશાન ખૂણો હંમેશા સ્વચ્છ અને સાફ રાખવો. ખાસ કરીને ધનતેરસના દિવસે સ્થાનની સાફ-સફાઈ કરવાથી ઘરના વાસ્તુમાં સુધારો થાય છે.

પૂર્વ દિશામાં સફાઈ

ધનતેરસના દિવસે સવારે ઉઠીને ઘરના પૂર્વ સ્થાનોને સાફ કરવા. જેનાથી ધરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે.

ઉત્તર દિશામાં સફાઈ

ઘરના ઉત્તર દિશામાં સાફ સફાઈનું પણ મહત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે મા લક્ષ્મી દિશામાં વાસ કરે છે. આર્થિક લાભ થશે ઉપરાંત આવકમાં વધારો થઈ શકે છે.

બ્રહ્મ સ્થાન

સૌથી મહત્વપૂર્ણ ઘરની વચ્ચેનું સ્થાન એટલે કે બ્રહ્મ સ્થાનને જરૂરિયાત વગરની વસ્તુઓ દૂર કરી સારી રીતે સાફ કરો.

(12:00 am IST)