Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં દર વર્ષે ઉજવાતો કલ્‍ચરલ ફેસ્ટીવલ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્‍દ્ર

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી ખૂબસુરત રાજ્યો પૈકીનું એક છે. અહીંની ખૂબસુરતી માત્ર પહાડો કે જંગલોના કારણે નહીં અહીં હર્ષોલ્લાસ સાથે ઉજવાતા તહેવારોના કારણે પણ છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં તો દર વર્ષે કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ફેસ્ટિવલમાં ભાગ લેતા પ્રવાસીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરાય છે. ફેસ્ટિવલનું નામ તવાંગ ફેસ્ટિવલ છે, જે આજે 26 ઓક્ટોબરથી શરૂ થયો છે.

 

તવાંગ ફેસ્ટિવલનો હેતુ

દર વર્ષે તવાંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેથી દેશ-દુનિયાના દરેક ખૂણેથી આવતા લોકોને રાજ્યની સુંદરતા, કલ્ચર અને અન્ય પરંપરાઓને નજીકથી ઓળખવાની તક મળે. સિવાય ફેસ્ટિવલમાં બૌદ્ધ પરંપરાઓ અને કલ્ચરને પણ દર્શાવવામાં આવે છે.

સૌથી ખાસ યાક ડાન્સ

તવાંગ ફેસ્ટિવલમાં અહીંની જનજાતિઓના આકર્ષક ડાન્સ અને નાટક રજૂ કરવામાં આવે છે પરંતુ સૌથી ખાસ હોય છે યાક ડાન્સ. યાકને ડાન્સ કરતાં જોવાનું ઘણું રસપ્રદ છે. ફેસ્ટિવલમાં અરુણાચલ પ્રદેશમાં રહેતી જનજાતિઓએ બનાવેલી વસ્તુઓ પણ વેચાય છે. 2017માં ફેસ્ટિવલનેબેસ્ટ કલ્ચરલ ફેસ્ટિવલઅનેબેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો અવોર્ડ મળ્યો હતો. પરથી અંદાજો લગાવી શકાય છે કે તવાંગ ફેસ્ટિવલ કેટલો આકર્ષક અને લોકપ્રિય છે. જો તમે વર્ષે અરુણાચલ પ્રદેશ જવાનો પ્લાન બનાવ્યો હોય તો તવાંગ ફેસ્ટિવલમાં ભાગ લેવાનું ચૂકતા નહીં.

કઈ રીતે પહોંચશો?

તવાંગ ગુવાહાટીથી 500 કિમી દૂર આવેલું છે. ગુવાહાટીથી જતા લોકો તેજપુરથી કાર દ્વારા જઈ શકે છે. સિવાય ટુરિસ્ટ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે સલોનીબારી એરપોર્ટ ઉતરી શકો છો. તવાંગ ફેસ્ટ માટેનું સૌથી નજીક એરપોર્ટ તેજપુર એરપોર્ટ છે. તેજપુર ઉતરીને કાર દ્વારા ફેસ્ટિવલમાં પહોંચી શકાય છે.

ફેસ્ટિવલમાં શું કરશો?

ફીમેલ બુદ્ધ એટલે કે તારાની મૂર્તિ જોવા અચૂક જજો. 80 ફૂટ ઊંચી મૂર્તિ 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલી છે અને આકર્ષનું કેંદ્ર છે.

ભારતનો સૌથી લાંબો માર્ગ એટલે કે સોલા પાસ જોવાલાયક છે. સિવાય અહીં જોંગા ટાઈગર લેક પણ ઘણું પોપ્યુલર છે.

અહીંની તવાંગ મોનેસ્ટ્રી પણ ઘણી ફેમસ છે. મોનેસ્ટ્રી Galden Namgey Lhatseના નામે ઓળખાય છે. દુનિયાની સૌથી મોટી મોનેસ્ટ્રીમાંથી એક છે.

તવાંગ વૉર અને મેમોરિયલ પણ જોવાલાયક છે. 1962ના યુદ્ધમાં શહીદ થયેલા 2140 ભારતીય જવાનોની યાદમાં બનાવાયું છે.

અરુણાચલ પ્રદેશ જઈએ ને નૌરંગ ફોલ્સ જાઓ તો કેવી રીતે ચાલે? 100 મીટરની ઊંચાઈએ આવેલા ફોલનો વ્યૂ જીવનની અવિસ્મરણીય ક્ષણ બની જશે.

(12:00 am IST)