Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

યુ.એસ.માં ટેક્સાસ ગવર્નર આયોજિત દિવાળી ઉત્સવની ઉજવણીમાં 10 હજાર ઉપરાંત લોકો ઉમટી પડ્યા : હિન્દૂ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત દરેક ધર્મના લોકો દિવાળી પરેડમાં જોડાયા :વિવિધતામાં એકતાના દર્શન થયા

ટેક્સાસ :યુ.એસ.માં ટેક્સાસ ગવર્નરે 20 ઓક્ટો ના રોજ ભારતના લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવવાનું આયોજન કર્યું હતું.છેલ્લા 4 વર્ષથી ગવર્નર હાઉસમાં ઉજવાતા દિવાળી તહેવારમાં દર વર્ષે વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ આ વર્ષે સ્ટેડિયમ ખાતે કરાયેલી ઉજવણીમાં 10 હજાર ઉપરાંત લોકો ઉમટી પડ્યા હતા.જેઓને ગવર્નરએ સંબોધન કર્યું હતું.

 ઉત્સવની ઉજવણીમાં શામેલ થયેલા મહાનુભાવોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિ,ઉપરાંત ઇન્ડોનેશિયા,બ્રાઝીલ,રિપબ્લિક ઓફ ચાઈના,મેક્સિકો,સહિતની કોન્સ્યુલેટ ઓફિસના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.ઉજવણી અંતર્ગત નીકળેલી શોભાયાત્રામાં જુદા જુદા ધર્મોના પ્રતીક તથા સંસ્કૃતિ દર્શાવતા ફ્લોટ્સ વિવિધતામાં એકતાના દર્શન કરાવતા હતા.હિન્દૂ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત અનેક કોમ્યુનિટીના લોકો આ વિશાલ પરેડમાં જોડાયા હતા.પરેડની વિશેષતામાં ઓરિસ્સા ક્લચર ગ્રુપના ઉપક્રમે નીકળેલો ભગવાન જગન્નાથજીનો રથ ખાસ આકર્ષણરૂપ બન્યો હતો..

વેન્ડર્સ,ફૂડ બુથ,ખાણી પીણીના સ્ટોલ સહિત અનેક વસ્તુઓની જાણે કે બિગ બઝાર જોવા મળતી હતી.જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.સહુએ ભારે આનંદપૂર્વક દિવાળી ઉત્સવ માણ્યો હતો તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)