Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ટેક્સાસમાં વસતા ઇમિગ્રન્ટ્સ અચૂક મતદાન કરે: આપણા બાળકોના શિક્ષણ,રોજગારી,તેમજ હેલ્થકેર માટે યોગ્ય ઉમેદવારને ચૂંટી કાઢવા જરૂરી : 22 માં ડિસ્ટ્રીક્ટમાંથી કોંગ્રેસની ચૂંટણી લડતા ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રિસ્ટન કુલકર્ણીનું ચૂંટણી કમપેન પૂર જોશમાં

ટેક્સાસ :યુ.એસ.માં ટેક્સાસના 22 માં ડિસ્ટ્રીકમાંથી કોંગ્રેસની ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન શ્રી પ્રિસ્ટન કુલકર્ણી તથા તેમના સમર્થકોએ ઇન્ડિયન તેમજ એશિયન કૉંયુનિટીને મતદાન ચોક્કસ કરવા અપીલ કરી છે. તેમણે  જણાવ્યું હતું કે અમેરિકામાં ઓછું મતદાન કરતા 2 સ્ટેટમાં ટેક્સાસનો સમાવેશ થાય છે.જ્યાં ઇમિગ્રન્ટ્સ મતદારો ઓછામાં ઓછું મતદાન કરતા જોવા મળ્યા છે.

 તેમણે ઉમેર્યું હતું કે આપણા સ્વપ્નો સાકાર કરવા મતદાન કરવું જરૂરી છે.આપણા બાળકો માટે યોગ્ય શિક્ષણ,હેલ્થકેર,રોજગારી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પણ મતદાન જરૂરી છે.

 શ્રી પ્રેસ્ટનના સમર્થકોએ ચૂંટણી કમપેન અંતર્ગત દરેક ધાર્મિક સ્થળો,શૈક્ષિક સંકુલો,કાઉન્ટી,તેમજ અડોશ પડોશ ઉપરાંત પરા લત્તાઓમાં વ્યક્તિગત સંપર્ક કરી લોકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા સમજાવ્યા હતા.તથા અર્લી વોટિંગ માટે પણ અનુરોધ કર્યો હતો.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખ 6 નવે.છે.

(12:51 pm IST)