Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્વિટ્ઝર્લૅન્ડની ફાઇનાન્સિયલ કંપની UBS એ ભારતના બેંગલુરુમાં 3000 કર્મચારીઓની ભરતી કરી : હજુ પણ વધુ ભારતીય કુશળ કર્મચારીઓને ફુલટાઇમ નોકરીમાં રાખશે

બેંગલુરુ :ઝુરીચ મુકામે હેડ ક્વાર્ટર ધરાવતી સ્વિટ્ઝર્લૅન્ડની ફાઇનાન્સિયલ કંપની UBS એ ભારતના બેંગ્લુરુ મુકામે 3000 કર્મચારીઓની ભરતી કરી છે.બે વર્ષ પહેલા 750 કર્મચારીઓને ફુલટાઇમ નોકરીમાં રાખ્યા પછી ગયા વર્ષે એટલેકે 2017 ની સાલમાં આ સંખ્યા ડબલ કરી દેવાઈ હતી.જે 1500 ની હતી.તે હવે 2018 ની સાલમાં ફરી વખત ડબલ કરી દેવાતા 3000 ની થઇ ગઈ છે.કંપની દ્વારા જણાવાયા મુજબ તેઓ હજુ ઉત્તરોત્તર વધુ ભારતીય કર્મચારીઓને ફુલટાઇમ નોકરીમાં રાખશે.

(11:50 am IST)