Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તમારા દેશમાં પાછા જાવ : મેક્સિકોના રસ્તે થઇ અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા હજારો શરણાર્થીઓને ટ્રમ્પનો આદેશ

વોશિંગટન : મેક્સિકોના રસ્તે થઇ અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા હજારો શરણાર્થીઓ પ્રત્યે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કડક વલણ અખત્યાર કર્યું છે. તેણે જણાવ્યું છે કે તમારે અમેરિકામાં આવવું હોય તો અન્ય લાખો વિદેશીઓની માફક કાયદેસર અરજી કરો.આ નિરાશ્રીતોમાં ગ્વાટેમાલા,હોન્ડુરાસ,તથા સલ્વાડોરના લોકો છે.જેમની સંખ્યા 5 થી 7 હજાર જેટલી થવા જાય છે.તેઓને રોકવા માટે મેક્સિકો બોર્ડર ઉપર સૈન્ય તેનાત કરી દેવામાં આવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)