Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શેરડીનું મુલ્ય પ્રતિ ક્વિન્ટલે ૪૦૦ કરવા વરૂણગાંધીની અપીલ

યુપીમાં શેરડીના મુલ્યમાં ૨૫ રુપિયાની વૃધ્ધિ : ચાર વર્ષોમાં શેરડીનો ખર્ચ, ખાતર, બીજ, કીટનાશક, વિજળી, પાણી, ડીઝલ મજૂરી ખર્ચ ઘણો વધી ગયો છે

નવી દિલ્હી, તા.૨૭ : ભારતીય જનતા પાર્ટીના પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શેરડીનુ મૂલ્ય વધારીને ૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની અપીલ કરી છે. અગાઉ વરૂણ ગાંધીએ ૧૨ સપ્ટેમ્બરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શેરડીનુ મૂલ્ય વધારવાની માગ કરી હતી. સાંસદે શેરડીના મૂલ્યમાં પ્રતિ ક્વિન્ટલ ૨૫ રૂપિયાની વૃદ્ધિ માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો સાથે પણ સલાહ આપી કે જો કોઈ કારણવશ અને મૂલ્ય વૃદ્ધિ સંભવ ના થાય તો ઉત્તર પ્રદેશ સરકાર પોતાની તરફથી જાહેર કરવામાં આવેલા શેરડીના મૂલ્યની ઉપર ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનુ બોનસ આપવા પર પણ વિચાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હકમાં લાગુ કરવામાં આવેલી યોજનાઓની ચર્ચા કરતા શેરડીના મૂલ્યમાં પ્રતિ ક્વિન્ટલ ૨૫ રૂપિયાની વૃદ્ધિની જાહેરાત કરી.

સોમવારે મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં વરૂણ ગાંધીએ કહ્યુ, આપની સરકારે ઉત્તર પ્રદેશમાં શેરડીની આગામી પેરાઈ સત્ર ૨૦૨૧-૨૨ માટે શેરડીના મૂલ્યમાં ૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ કરી છે. વૃદ્ધિ માટે હુ આપનો આભાર વ્યક્ત કરતા વિનંતી કરૂ છુ કે શેરડી ખેડૂત આપની પાસે વધુ મૂલ્ય વૃદ્ધિની આશા કરી રહ્યા છે.

વરૂણ ગાંધીએ પત્રમાં લખ્યુ, ઉત્તર પ્રદેશમાં શેરડી એક પ્રમુખ પાક છે જેની ખેતીમાં લગભગ ૫૦ લાખ ખેડૂત પરિવાર સંકળાયેલા છે. લાખો મજૂરોને પણ આનાથી રોજગાર મળે છે. મારા ક્ષેત્ર પીલીભીતના શેરડી ખેડૂતોએ મારા માધ્યમથી આપને અવગત કરવાની વિનંતી કરી છે કે ગત ચાર વર્ષોમાં શેરડીનો ખર્ચ, ખાતર, બીજ, કીટનાશક, વિજળી, પાણી, ડીઝલ મજૂરી, પરિવહન વગેરેનો ખર્ચ ઘણો વધી ગયો છે પરંતુ આના મૂલ્યમાં સામાન્ય વધારો થયો.

ઉત્તર પ્રદેશના શેરડી ખેડૂતની સ્થિતિનો ઉલ્લેખ કરતા વરૂણ ગાંધીએ કહ્યુ, વિષયમાં મે એક પત્રના માધ્યમથી આપને વિનંતી કરી હતી કે ખેડૂતોની દુર્દશા, શેરડીનો વધતો ખર્ચ અને મોંઘવારી દરને જોતા વર્ષે શેરડીનુ મૂલ્ય ઓછામાં ઓછુ ૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવુ જોઈએ. પોતાની માગ પર મુખ્યમંત્રીને પુનર્વિચાર કરવા માટે જોર આપતા વરૂણ ગાંધીએ ખેડૂતો અને મજૂરોના હિતમાં શેરડીનુ મૂલ્ય વધારવાની આશા વ્યક્ત કરી છે.

(7:59 pm IST)