Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૬૫ કલાકમાં ૨૪ મીટિંગઃ અમેરિકા પ્રવાસમાં જોવા મળ્‍યું મોદીનું ટાઇમ મેનેજમેન્‍ટઃ દરેક ક્ષણને બનાવી ફળદાયી

વોશિંગટનની લાંબી ઉડાન દરમિયાન પણ તેમણે ફ્‌લાઇટમાં જ ૪ બેઠક કરી

નવી દિલ્‍હી,તા.૨૭:  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ૬૫ કલાકના અમેરિકાના પ્રવાસ દરમિયાન ૨૦ બેઠક કરી. આ ઉપરાંત વોશિંગટનની લાંબી ઉડાન દરમિયાન પણ તેમણે ફ્‌લાઇટમાં જ ૪ બેઠક કરી. એવામાં ૬૫ કલાક દરમિયાન પીએમ મોદીની કુલ બેઠકોની સંખ્‍યા ૨૪ થઈ ગઈ. ચાર દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સમયનો પ્રભાવી રીતે ઉપયોગ કર્યો. વડાપ્રધાને અમેરિકા જતી વખતે વિમાનમાં સરકારી ફાઇલોને તપાસવાનું કામ કર્યું. સૂત્રોએ જણાવ્‍યું કે, દિલ્‍હી પરત ફરવાના દિવસ એટલે કે રવિવારે પણ પીએમનું શિડ્‍યૂલ ખૂબ વ્‍યસ્‍ત રહેશે. સરકારી સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાન મોદી આ રીતે તમામ બેઠકોને શ્નક્રિસ્‍પ અને પ્રોડક્‍ટિવઙ્ખરાખે છે.
વડાપ્રધાન મોદીએ ૨૨ સપ્‍ટેમ્‍બરે અમેરિકા જતી વખતે વિમાનમાં બે બેઠકો કરી. આ દરમિયાન તેમની આગળની યાત્રા વિશે તેમને જાણકારી આપવામાં આવી. ત્‍યારબાદ તેઓ જયારે વોશિંગટનમાં ઉતર્યા તો ત્‍યાં એક હોટલમાં ત્રણ બેઠક યોજાઈ. ૨૩ સપ્‍ટેમ્‍બરે પીએમ મોદીએ ગ્‍લોબલ સીઇઓ સાથે પાંચ અલગ-અલગ બેઠકો કરી. ત્‍યારબાદ અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ ઓસ્‍ટ્રેલિયાના પીએમ સ્‍કોટ મોરિસન અને જાપાની વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે બેઠક કરી. ત્‍યારબાદ પીએમ મોદીએ પોતાની ટીમ સાથે ત્રણ ઇન્‍ટરનલ મીટિંગો કરી. ૨૪ સપ્‍ટેમ્‍બરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે બેઠક અને ક્‍વાડ મીટિંગ પહેલા મોદીએ વધુ ચાર ઇન્‍ટરનલ મીટિંગો કરી.
૨૫ સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાન મોદીએ અમેરિકાથી નવી દિલ્‍હી પરત ફરતી વખતે વધુ બે લાંબી બેઠકો કરી. આ દરમિયાન અમેરિકાની યાત્રા અને તેમાં લેવાયેલા નિર્ણયો પર ચર્ચા થઈ. રવિવારે દિલ્‍હી પરત ફર્યા બાદ પણ પીએમ વ્‍યસ્‍ત રહેશે. સ્‍વદેહ રવાના થવાના ઠીક પહેલા એક ટ્‍વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં તેમની દ્વીપક્ષીય અને બહુપક્ષીય વાતચીત થઈ છે.
તેમણે ટ્‍વીટ કર્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં વિભિન્ન સીઇઓ સાથે વાતચીત કરી અને સંયુક્‍ત રાષ્ટ્ર સંબોધન સહિત દ્વીપક્ષીય તથા બહુપક્ષીય કાર્યક્રમોમાં હિસ્‍સો લીધો, જે દ્યણા ફાયદારૂપ રહ્યા. મને પૂરો ભરોસો છે કે આવનારા વર્ષોમાં ભારત-અમેરિકા સંબંધ વધુ મજબૂત થશે. આપણી લોકોની વચ્‍ચે સમૃદ્ધ સંબંધ આપણી મજબૂત ધરોહરમાં સામેલ છે.

 

(10:02 am IST)