Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઇમરાને અંતે કાન પકડયાઃ પુલવામાં હુમલા પછી ભારતે એરસ્ટ્રાઇક કરી'તી

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સ્વિકાર કર્યો કે, ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી. તેમણે કહ્યુ કે, પુલવામા હુમલા બાદ અમને ખબર હતી કે, ભારતીય સેના કાર્યવાહી કરશે. પરંતુ પાકિસ્તાન બોમ્બમારો કરત તો વિવાદ વધવાની શકયતા હતી. સેના પ્રમુખે મને ત્રણ વાગ્યે ફોન કરીને જાણકારી આપી હતી કે, ભારતીય સેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી છે. ઈમરાન ખાને આ પ્રકારનું નિવેદન એશિયા સોસાયટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ હતુ.

કાર્યક્રમમાં ઈમરાન ખાને જમ્મુ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાંથી પ્રતિબંધ હજી સુધીમાં હટાવવામાં આવ્યા નથી. અને કાશ્મીરીની જનતામાં ભય પેદા કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય સેનાએ પુલવામા હુમલા બાદ બાલાકોટમાં આતંકવાદીઓને કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.

(3:51 pm IST)