Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સાડા છ કરોડ બાળકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ

ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોમાંથી ૧૫ ટકા બાળકો : ઇન્ટરનેટ વપરાશમાં દુનિયામાં ભારત બીજા ક્રમે : દેશમાં ૪૫.૧ કરોડ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ : યુઝર્સમાં ૩૮.૫ કરોડ ૧૨ વર્ષથી ઉપરના મુંબઇ પ્રથમ : દિલ્હી બીજા ક્રમે

મુંબઈ,તા.૨૭: ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ, વળગણ રોજેરોજ કલ્પનાથી પણ વધારે ઝડપે વધતા જાય છે. ૨૦૧૯દ્ગક ૩૧ માર્ચે ભારતમાં માસિક એકિટવ ઈન્ટરનેટ યુઝર્સ ૪૫ કરોડ ૧૦ લાખ જેટલા નોંધાયા હતા.

વિશ્વમાં ભારતનો નંબર બીજો આવે છે. પહેલા ક્રમે ચીન છે. જયાં ૮૦ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. આ આંકડા ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) સંસ્થાએ બહાર પાડેલા એક અહેવાલમાં આપવામાં આવ્યા છે. તેણે નિલ્સન હોલ્ડિંગ્સ સાથે મળીને સર્વેક્ષણ કર્યો હતો.

IAMAIનું કહેવું છે કે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ વિશેનો આ પહેલો જ અહેવાલ છે. તેમાં ભારતના કુલ ઈન્ટરનેટ યુઝર્સ નહીં, પણ માસિક સક્રિય ઈન્ટરનેટ યુઝર્સને આવરી લેવામાં આવ્યા છે. IAMAIના અગાઉના અહેવાલોમાં ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ વિશેના આંકડા અપાયા હતા.

ભારતના ૪૫ કરોડ ૧૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સમાંથી ૩૬ કરોડ ૫૦ લાખ જણ ૧૨ વર્ષ અને તેથી ઉપરની વયનાં લોકો છે. જયારે ૬ કરોડ ૬૦ લાખ લોકો પાંચ અને ૧૧ વર્ષથી વચ્ચેની વયનાં છે. આનો મતલબ એ થાય છે કે ભારતમાં સ્કૂલનાં બાળકો ઈન્ટરનેટનો ખૂબ જ વપરાશ કરે છે. ભારતના એકિટવ ઈન્ટરનેટ યુઝર્સમાં આ બાળકો ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. આ યુઝર્સ પાસે એમના પોતાના મોબાઈલ ફોન/ડીવાઈસીસ હોતા નથી, પણ તેઓ એમની ઈન્ટરનેટ સંબંધિત જરૂરિયાતો માટે કાં તો એમના માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યોનાં ફોનનો ઉપયોગ કરતાં હોય છે.

સર્વે અનુસાર, ભારતમાં મહિલા ઈન્ટરનેટ યુઝર્સનો આંક આશ્યર્યકારક રીતે દ્યણો ઓછો જણાયો છે. ૨૫ કરોડ ૮૦ લાખ પુરુષ ઈન્ટરનેટ યુઝર્સની સામે મહિલાઓની સંખ્યા આનાથી અડધી છે.

ઈન્ટરનેટના વપરાશમાં, શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં કોઈ ભેદભાવ જણાયો નથી. શહેરોમાં ૧૯ કરોડ ૨૦ લાખ ઈન્ટરનેટ વપરાશકારો છે તો ગ્રામિણ વિસ્તારોમાં પણ આટલી જ સંખ્યાનાં લોકો છે. તે છતાં ગ્રામિણ વિસ્તારોમાં ઈન્ટરનેટનો વપરાશ હજી ધીમો છે. હજી દ્યણા ગ્રામિણ લોકોને ઈન્ટરનેટ એકસેસ પ્રાપ્ત થયો નથી.

દેશના શહેરોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ મુંબઈ અને દિલ્હી ટોપ પર છે. મુંબઈમાં ૧ કરોડ ૧૭ લાખ ઈન્ટરનેટ યુઝર્સ છે જયારે દિલ્હીમાં ૧ કરોડ ૧૨ લાખ છે. બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ ત્યારબાદના નંબરે આવે છે.

શહેરી વિસ્તારોમાં, ૭૨ ટકા અથવા ૧૩ કરોડ ૯૦ લાખ જેટલા યુઝર્સ દરરોજ ઈન્ટરનેટ વાપરે છે. બીજી બાજુ, ગ્રામિણ વિસ્તારોમાં ૫૭ ટકા અથવા ૧૦ કરોડ ૯૦ લાખ જેટલા લોકો દરરોજ ઈન્ટરનેટ વાપરે છે.

ભારતમાં મોબાઈલ ફોન સસ્તા મળતા થયા હોવાથી અને હવે તો ૪ઞ્ ઈન્ટરનેટ સેવા મળે છે અને તે પણ દ્યણી સસ્તી હોવાથી ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા વધારે છે. ભારતના ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા અમેરિકાની વસ્તીના આંક જેટલી છે.

(11:43 am IST)