Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ત્રિપુરામાં 'નિર્ભયા' જેવી અમાનવીય ઘટનાઃ ચાલતી કારમાં ૮ લોકોનો ગેંગરેપઃ મહિલાને ફેંકી

૩ર વર્ષની મહિલા પોતાની હોસ્પીટલમાં દાખલ કરેલી ૬ વર્ષની દીકરીને મળીને આવતી હતી ત્યારની ઘટના

અગરતલા તા. ર૭ :.. ત્રિપુરાના પાટનગર અગરતલામાં 'નિર્ભયા કાંડ' જેવો ભયાનક અને અરેરાટી ઉપજાવે તેવો સામૂહિક  દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. હોસ્પીટલથી ૬ વર્ષની બિમાર પુત્રીની ખબર કાઢી પરત ફરી રહેલ મહિલા ઉપર ચાલતી કારમાં ૮ લોકોએ ગેંગરેપ કર્યો હતો. બાદમાં આરોપીઓએ તેને રોડ પર ફેંકી દીધી હતી. મહિલાની હાલત ગંભરી છે. આ ઘટના મંગળવાર રાતની છે ૩ર વર્ષની પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે અને તે પછી ૬ નરાધમોની ધરપકડ થઇ છે.

 

મંગળવારે ૭.૩૦ કલાકે ઘરે જવા પીડીતાએ જાણીતાની રીક્ષા ભાડે કરી હતી. ઓટો ચાલકે રીક્ષા બીજા રસ્તે લીધી તો મહિલાએ વિરોધ કર્યો પણ ચાલકે બીજા યાત્રી લેવાની વાત જણાવી બીજા રસ્તે લઇ ગયો.

રસ્તામાં ૪ લોકો રીક્ષામાં બેઠા અને મહિલાના હાથ - મોઢુ બાંધી દીધા પછી તેણીને કારમાં નાખી અને ૧પ કિ. મી. દુર નરસિંહગઢ લઇ ગયા જયાં બીજા ૪  રાહ જોતા હતાં. બધા કારમાં બેઠા અને પછી બધાએ વારા ફરતી રેેપ કર્યો હતો. રાત્રે ૧૧.૩૦ કલાકે મહિલાને સર્કિટ હાઉસ પાસે ફેંકી દીધી હતી.

બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે તેમ પોલીસે કહયું છે.

(10:58 am IST)