Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોનું કોકડું ઉકેલાયું

ભાજપ 144,શિવસેના 126 સીટો અને સહયોગીઓ 12 બેઠકો પર ચૂંટણી લડશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતી બેઠકોની ભાંજગડ અંતે ઉકેલી લેવાઇ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ મળશે.

  સત્તાવાર સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે ભાજપ 144 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે શિવસેના 126 સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખશે. અન્ય 18 સીટો પર સહયોગી પાર્ટીઓ લડશે.

   આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહે દિલ્હીમાં એક બેઠક બોલાવી હતી. સીટોની વહેંચણીને લઇને ઉભા થયેલા તણાવને કારણે અમિતભાઈ  શાહે પોતાનાં મુંબઇ પ્રવાસ રદ્દ કર્યો હતો. અમિતભાઈ  શાહ મુંબઇ મુલાકાત કરવાના હતાં.

(8:41 am IST)