Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જયપુર સ્થિત કલાકારે પેઇન્ટ બ્રશથી લખ્યું 3,000થી વધુ પાનાનું 'રામચરિતમાનસ'

દરેક શબ્દ 1-1.5 ઇંચનો છે અને આખું પુસ્તક વજન 150 કિલો

જયપુર સ્થિત શરદ માથુરે પેઇન્ટ બ્રશથી 3,000 થી વધુ પાનાનું રામચરિતમાનસ બનાવ્યું છે, અને હવે તેમની ઈચ્છા અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરને આ રામચરિતમાનસને દાન આપવા ઈચ્છે છે. તેમના આ પ્રયાસ ખરેખર અદભૂત છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, 'હું ભગવાન રામને પ્રાર્થના કરવાની સાથે કઈક વધુ આપવા માંગતો હતો. તેથી મેં પેઇન્ટ અને બ્રશની મદદથી મોટા અક્ષરોમાં રામચરિતમાનસ લખવાનું વિચાર્યું. દરેક શબ્દ 1-1.5 ઇંચનો છે અને આખું પુસ્તક વજન 150 કિલો છે.

તેમણે વધુમાં કહ્યું કે મોટાભાગના બુકબાઇન્ડરોએ ટેકનિકલ કારણોથી તેનું બાઈન્ડિંગ કરવાની ના પાડી હતી, ત્યારબાદ મુબારક ખાને આગળ આવીને તેને બાંધવાની જવાબદારી પોતે લીધી.

શરદે કહ્યું, 'મેં ઘણાં બુકબાઇન્ડિંગ એકમો સાથે વાત કરી, પરંતુ કોઈ પણ આ કાર્ય હાથ ધરી શક્યું નહીં, પરંતુ મુબારકભાઇએ તેમની કલાત્મક પ્રયત્નો સાથે સાંપ્રદાયિક સુમેળની કડી જોડીને એક ઉત્તમ કાર્ય કર્યું છે.'

શરદે કહ્યું કે તે બાળકોને શાળામાં સંગીત શીખવીને અને ભજન ગાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પુસ્તક લખવા માટે, તેમને દરરોજ પાંચ-છ કલાક આપવો પડતો હતો અને તેણે છ વર્ષથી વધુ સમય સુધી આ કાર્ય કર્યું હતું. A 3 સાઇજના દરેક પેજ પૂર્ણ થવા માટે એક દિવસનો સમય લાગતો હતો.

(8:42 am IST)