Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

આગામી તમામ ચૂંટણીમાં સોશિયલ મીડિયા કરશે આચાર સંહિતાનું પાલન:

ઇન્ટરનેટ આધારિત કંપનીઓએ સ્વેચ્છાએ ઓનલાઇન ચૂંટણી પ્રચાર માટે નિયમોનું પાલન કરવા પર સહમતિ દર્શાવી

નવી દિલ્હીઃ દેશમાં આગામી તમામ ચૂંટણીમાં સોશિયલ મીડિયા આચાર સંહિતાનું પાલન કરશે  ચૂંટણી કમિશને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, ટ્વીટર અને વોટ્સએપએ ભવિષ્યમાં યોજાનારી તમામ ચૂંટણીમાં સ્વૈચ્છિક આચાર સંહિતાનું પાલન કરવા પર સહમતી દર્શાવી છે. આગામી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનું પાલન કરશે.

   પેઇડ જાહેરાત વિરુદ્ધ  સંહિતા બનાવવામાં આવી હતી અને ગત લોકસભા ચૂંટણીમાં 20 માર્ચથી લાગુ થઇ હતી. પેઇડ જાહેરાત ચૂંટણી આયોગ તરફથી નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. ચૂંટણી આયોગે નિવેદન જાહેર કરી કહ્યું કે ઇન્ટરનેટ અને મોબાઇલ એસોશિએશન ઓફ ઇન્ડિયા પોતાના સભ્યો તરફથી ભવિષ્યની તમામ ચૂંટણીમાં સ્વૈચ્છિક આચાર સંહિતાનું પાલન કરવામાં સહમત થયા છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણી દરમિયાન પણ તેઓ સંહિતાનું પાલન કરશે.

   ગત લોકોસભા ચૂંટણી દરમિયાન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણી આયોગ તરફથી રિપોર્ટ કરવામાં આવેલી 909 ઉલ્લંઘનકારી મામલે કાર્યવાહી કરી હતી. સંહિતા પ્રમાણે ચૂંટણી સમાપ્ત થયાને 48 કલાક પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ રાજનૈતિક પ્રચાર નહીં થાય. અવધિને સાઇલેન્સ પીરિયડ કહેવામાં આવે છે. જેથી મતદાર વિચાર કરી નિર્ણય કરી શકે કે કોને મત આપવો.
  
સંહિતામાં પેઇડ રાજનીતિક જાહેરાતમાં પારદર્શિત લાવવાનો પણ પ્રાવધાન છે. પ્રથમ વખત ઇન્ટરનેટ આધારિત કંપનીઓએ સ્વેચ્છાએ ઓનલાઇન ચૂંટણી પ્રચાર માટે નિયમોનું પાલન કરવા પર સહમતિ દર્શાવી છે.

   તાજેતરમાં ચૂંટણી આયોગે મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે રિઝલ્ટ આવશે. મહારાષ્ટ્રમાં 288 સીટ માટે મતદા થશે. તો હરિયાણામાં 90 સીટ પર મતદાન થશે, મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદાતા છે, જ્યારે હરિયાણામાં 1.28 કરોડ લોકો પોતાના મતાધિકારનો પ્રયાગ કરશે.

(12:07 am IST)