Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઈન્કમટેક્ષ રિટર્ન અને ઓડીટ રિપોર્ટ ભરવાની મુદ્દતમાં એક માસનો વધારો

આવકવેરા વિભાગ દ્વારા ૩૦ સપ્ટેમ્બરની જગ્યાએ ૩૧ ઓકટોબર કરવામાં આવી : કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રાહત

રાજકોટ : ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ઈન્કમટેક્ષ રિટર્ન અને ટેક્ષ ઓડીટ રિપોર્ટ દાખલ કરાવવાની સમય અવધીમાં એક મહિનાનો વધારો કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટ અને કરદાતાઓને મોટી રાહત આપી છે.

જાણવા મળતી વિગતો મુજબ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સામાન્ય કરદાતાઓ માટે ઈન્કમટેક્ષ રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૦ જુલાઈ છે. પાર્ટનરશીપ ફોર્મ કો-ઓપરેટીવ સોસાયટીઝ, પ્રા.લી. કંપની અને અન્ય પેઢીઓના વર્ષનું ટર્નઓવર ૨ કરોડથી વધુ હોય તેઓ માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા ૩૦ સપ્ટેમ્બર અંતિમ તારીખ હતી તેને વધારીને ૩૧ ઓકટોબર ૨૦૧૯ કરવામાં આવી છે.

(2:29 pm IST)