Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હોટેલમાં રોકાવું અને કાર ખરીદવું સસ્તુ :પહેલી ઓક્ટોબરથી જીએસટીના નવા દર થશે લાગુ

1000 રૂપિયા સુધી ભાડાવાળી હોટેલ પર ટેક્સ નહીં લાગે

 

નવી દિલ્હી હવે હોટલમાં રોકાવું અને કાર ખરીદવી સસ્તું પડશે પેહલી ઓક્ટોબરથી જીએસટીના નવા દે લાગુ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 37મી GST કાઉન્સીલની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

GST કાઉન્સીલની બેઠકમાં સૌથી મોટી રાહત હોટેલ ઇન્ડસ્ટ્રીઝને મળી છે. જ્યારે 1000 રૂપિયા સુધી ભાડાવાળી હોટેલ પર ટેક્સ નહીં લાગે, ત્યારબાદ 7500 રૂપિયા સુધી ટેરિફવાળા રૂમના ભાડા પર હવે માત્ર 12 ટકા જીએસટી આપવું પડશે. આવી રીતે 7500 રૂપિયાથી વધુ ટેરિફવાળી હોટેલ રૂમના ભાડા પર જીએસટી 18 ટકા કરવામાં આવી છે. જ્યારે પહેલા હોટેલ રૂમ પર 28 ટકાના દરે ટેક્સ લાગતો હતો. જીએસટીના નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થશે

જીએસટી કાઉન્સીલે 28 ટકાના જીએસટીના દાયરામાં આવતા 10થી 13 સીટ સુધીના પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસમાં ઘટાડો કર્યો છે. 1200 સીસીના પેટ્રોલ વાહનો પર સેસના દર 1 ટકા અને 1,500 સીસીના ડીઝલ વાહનો પર 3 ટકા કરી દીધો છે. બંને પ્રકારના વાહનો પર સેસના હાલના દર 15 ટકા છે. તો જીએસટીના દર 28 ટકા છે.

(10:55 pm IST)