Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુ.એસ.ના સેરીટોઝ કોલેજ સ્ટુડન્ટ સેન્ટરને ''ભુપેશ પરીખ સ્ટુડન્ટ હોલ'' નામ આપવામાં આવ્યું: ઇન્ડિયન અમેરિકન શ્રી ભુપેશ તથા સુશ્રી કુમુદ પરીખએ આપેલા ૧ લાખ ૫૦ હજાર ડોલરના ડોનેશનને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા કોલેજ સ્ટુડન્ટ સેન્ટરને ''ભુપેશ પરીખ સ્ટુડન્ટ હોલ'' નામ આપવામાં આવ્યું છે.

શ્રી ભુપેશ તથા સુશ્રી કુમુદ પરીખએ કુમુદ પરીખ ફેમિલી સ્કોલરશીપ માટે ૧ લાખ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપતા કોલેજના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ ઇન્ડિયન અમેરિકન પરિવારના ઉપરોકત ઉદાર ડોનેશન બદલ સ્ટુડન્ટ સેન્ટરને ઉપરોકત નામ આપવાનો ઠરાવ કર્યો હતો.

જે માટે ભુપેશ પરીખ સ્ટુડન્ટ હોલ ખુલ્લો મુકવાનો પ્રોગ્રામ ૨૧ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી ભુપેશ તથા સુશ્રી કુમુદ પરીખ, સેરિટોઝ કોલેજના પ્રેસિડન્ટ, ટ્રસ્ટીઓ, ફાઉન્ડેશન બોર્ડ ચેર. સેરિટોઝ કોલેજ ફાઉન્ડેશન કમ્પેન લીડરશીપ કમિટી ચેર શ્રી પરિમલ શાહ સહિત ૨૦૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી હતી.

(9:05 pm IST)