Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ભારતીય સૈન્યને મોટી સફળતા:બારામુલ્લામાં જૈશ-એ-મોહમ્મદના બે આંતકીને ઝડપી લીધા

બંને જીવિત ઝડપાયેલ આતંકીઓ પાસેથી કેટલોક સમાન પણ મળ્યો

 

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થવા બાદથી આતંકવાદી પ્રવૃતિ વધી રહી છે. ત્યારે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળોએ બે જીવિત આતંકવાદીને દબોચી લીધા છે.

   બંને આતંકવાદી જૈશ--મોહમ્મદના સભ્યો છે. સીઆરપીએફ. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા અહીં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. બંને આતંકવાદીઓ પાસેથી કેટલોક સામાન પણ મળી આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને તેની સેના અવારનવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં રાજૌરી જીલ્લામાં ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ મંગળવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. અને ભારે ફાયરિંગ કર્યું છે.

(10:37 pm IST)