Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

પૃથ્વી તરફ ઝડપથી આગળ વધતો બ્રહ્માંડનો એસ્ટેરોઇડ: ટકરાશે તો દુનિયામાં તબાહી મચાવી શકે :નાસાની ચિંતા

 

નવી દિલ્હી :આગામી દિવસોમા બ્રહ્માંડનો એક એસ્ટેરોઇડ પૃથ્વી માટે મુસીબત બની શકે છે. એસ્ટેરોઇડને 2000 QW7 નામ આપવામાં આવ્યું છે. જે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. જો તે પૃથ્વી સાથે ટકરાશે તો તે દુનિયામાં ભારે તબાહી મચાવી શકે છે.

અમેરિકાન અવકાશ સંસ્થા નાસા મુજબ સિડની હાર્બર બ્રિજની લંબાઇ જેવડો એક એસ્ટેરોઇડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જે ધરતીવાસીઓ માટે મુસીબત સાબિત થઇ શકે છે. અવકાશ એજન્સીઓએ એસ્ટેરોઇડ્સને નામ આપ્યું છે 2000 QW7. એસ્ટેરોઇડ 23 હજાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહ્યો છે. સંભાવના છે કે તે લગભગ 5.3 મિલિયન કિલોમીટરથી સુરક્ષિત અંતરે પૃથ્વી નજીકથી પસાર થશે.

(9:53 pm IST)