Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

૧૩૨ દિવસ બાદ ૩૦,૦૦૦થી ઓછા કેસ

૨૪ કલાકમાં ૨૯૬૮૯ કેસઃ ૪૧૫ના મોત : ૧૨૪ દિવસ બાદ એકટીવ કેસની સંખ્યા ૪ લાખની અંદર

 

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૧૩૨ દિવસો બાદ ૩૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે ૪૦૦થી વધુના મોત થયા છે તો ૪૨૦૦૦થી વધુ લોકો સાજા થયા છે સાથોસાથ એકટીવ કેસની સંખયા ૧૨૪ દિવસ બાદ ૪ લાખથી ઓછી થઇ છે. ૨૪ કલાકમાં ૨૯૬૮૯ કેસ નોંધાયા છે અને ૪૧૫ લોકોના મોત થયા છે.

કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ હજાર જેટલા કેસ નોંધાયા છે. જયારે ૪૧૫ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯,૬૮૯ કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા ૩૯,૩૬૧ કેસ નોઁધાયા છે. જે જોતા કોરોનાના કેસમાં માતબાર દ્યટાડો થયો છે. હાલ દેશમાં ૩,૯૮,૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૪૧૫ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૪,૨૧,૩૮૨ પર પહોચ્યો છે. એક દિવસમાં ૪૨,૩૬૩ દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવરીનો આંકડો ૩,૦૬,૨૧,૪૬૯ થયો છે.

દેશમાં કોરોનાને માત આપવા માટે પૂર જોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૪૪,૧૯,૧૨,૩૯૫ ડોઝ અપાયા છે. જેમાંથી ૬૬ લાખ ડોઝ ગઈ કાલે આપવામાં આવ્યા હતા.

(11:07 am IST)