Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રોહતાંગ સુરંગ તૈયાર ;ચીન અને પકિસ્તાન સીમા સુધી પહોંચી ભારતીય સેનાની તાકાત

 

મનાલીથી લેહ લડાખ અને લાહૌલ-સ્પીતિથી જોડતી સુરંગ તૈયાર થઇ ચુકી છે સુરંગ શરુ થતા ભારતીય સેના સરળતાથી ચાઇના અને પાકિસ્તાનની સીમા સુધી પહોંચી શકશે

  દિલ્હીથી લેહ અને લડાખ અને લાહૌલ સ્પીતી વચ્ચે સફર કરાવી સરળ બની છે મનાલીથી લેહ લડાખ અને લાહૌલ -સ્પીતિને જોડતી સુરંગ તૈયાર થઇ ચુકી છે જેને વડાપ્રધાન મોદી આવતા વર્ષે દેશને સમર્પિત કરશે   

  આધુનિક અને એડવાન્સ ટેક્નોલોજીથી બનેલી સુરંગ  પ્રકરની પહેલી સુરંગ છે સુરંગ લેહ -મનાલી રાજમાર્ગોને દરેક મૌસમમાં રણનીતિક લડાખ ક્ષેત્રને સરળ બનાવશે જે ચીન અને પાકિસ્તાનની સીમાથી જોડાયેલી છે ચીન અને પાકિસ્તાની સીમા પર તૈનાત સેના આસાનીથી પહોચી શકશેલાહૌલ ઘટીને 12 મહિના ખુલી રાખવાના હેતુથી બનાવેલી મનાલી રોહતાંગ સુરંગ બનીને તૈયાર થઇ ચુકી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24મી ઓક્ટોબરે સીમા સડક સંગઠને કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામનની ઉપસ્થિતિમાં સુરંગના બંને છેડા જોડ્યા હતા સુરંગ શરૂ થતા બાદ સીમા સડક સંગઠન શિયાળામાં પણ લાહૌલ સ્પીતી ઘાટીમાં કામ કરી શકશે

  સુરંગ બન્યા બાદ મનાલીથી લાહૌલ સ્પીતી અને લેહ લડાખ પહોંચવા 5થી 6 કલાક ઓછા થઈ જશે ભારતીય સેનાને હથિયારો પહોંચડાવમાં સરળત રહશે ભારે બર્ફવર્ષામાં સુરન્ગ ઉપયોગી થશે

(1:28 am IST)