Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ ભારતમાં શરુ :અદભુત નઝારો :વિશ્વભરની મીટ મંડાઈ

દિલ્હી-એનસીઆરમાં ખરાબ હવામાનને કારણે દ્રશ્ય ધૂંધળું : ચંદ્રમાની ગોળ આકૃતિ ધીમે ધીમે કાળી પડતી દેખાઈ : મધરાત્રે 00.59,39 વાગ્યે ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ

નવી દિલ્હી :21મી સદીનું સૌથી આલ્બ ચંદ્ર ગ્રહણ ભારતમાં શરુ થયું છે ભારતમાં ચંદ્ર ગ્રહણ મોડીરાત્રે 11-54 કલાકે શરુ થયું છે જોકે દિલ્હી એનસીઆરમાં ખરાબ હવામાનને કારણે સ્પષ્ટ જોઈ શકાતું નથી

  આકાશમાં અદભુત નજારો જોવા લોકો ઉત્સુકતાથી રાહજોઇ રહ્યાં હતા પૂર્ણ ચંદ્રગ્રહણ સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ છે વિશ્વભરની નજર દ્રશ્ય પર ટકેલી છે ચંદ્ર ગ્રહણને કારણે ભારતમાં મોટાભાગના મંદિરો બપોર પછી બંધ રહ્યાં છે

   ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રની ચમક થોડી ધૂંધળી જોવાઈ છે સમાન્યપણે તેનો ખ્યાલ આવતો નથી રાત્રે 11,53,48 વાગ્યે છાયાનો પ્રારંભ થયો હતો ચન્દ્રએ પૃથ્વીની છાયામાં પ્રવેશ કર્યો હતો

  સાથે ચંદ્રમાની ગોળ આકૃતિ ધીમે ધીમે કાળી પડતી દેખાઈ હતી ધીમે ધીમે ચંદ્રમાની ગોળ આકૃતિ વધુ મુખ્ય છાયામાં  છુપાતી નજરે પડતી હતી

   મધરાત્રે 00.59,39 વાગ્યે ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરી લેશે, ક્ષણ પૂર્ણ સ્થિતિનો આરભ થશે અને ટાયરે ચંદ્રમા અદ્રશ્ય થશે ત્યારે ચંદ્ર લાલ આભા માં નજરે પડશે

 

(12:38 am IST)