Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમેરિકાના હયુસ્‍ટનમાં સતત ૧૧ માં વર્ષે રથયાત્રા યોજાઇઃ ઓરિસ્‍સા કલ્‍ચરલ સેન્‍ટર, તથા શ્રી સીતારામ ફાઉન્‍ડેશનના ઉપક્રમે યોજાયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી,સુભદ્રાજી,તથા બલભદ્રજીના રથનું પૂજન કરાયું:છપ્‍પન ભોગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા મહાપ્રસાદના આયોજનો કરાયા

હયુસ્‍ટનઃ  અમેરિકાના ઓરિસ્‍સા કલ્‍ચર સેન્‍ટર તથા શ્રી સીતારામ ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે ૧૪  જુલાઇ ર૦૧૮ ના રોજ ૧૧ મી  વાર્ષિક રથયાત્રા યોજાઇ ગઇ.

ઇન્‍ડિયા હાઉસ ખાતે યોજાયેલી આ રથયાત્રાને હયુસ્‍ટન સીટી તથા હયુસ્‍ટન ચાર્ટસ એલાયન્‍સ દ્વારા સમર્થન અપાયું હતું. જે પ્રસંગે ઇન્‍ડિયા હાઉસ શણગારાયાું હતું. તથા જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પૂજન તથા અર્ચન કરાયું હતું. તથા છપ્‍પન ભોગ ધરાવાયા હતાં. ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતુ. સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.  તથા સહુ ભકતજનોએ રથ ખેંચવાનો લહાવો લીધો હતો, તેવું  IAN  દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)