Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

યુ.એસ.માં કેલિફોર્નિયાના ૧૪ મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૧૮ વર્ષીય અસીમ યાહયા ચૂંટણી લડશેઃ યુવાનોમાં જુસ્‍સો,સત્‍ય નિષ્‍ઠા, તથા હિંમત લાવવાનો હેતુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયાના ૧૪ મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૧૮ વર્ષીય અસીમ યાહયાએ ઉમેદવારી નોંધાવી છે.

હજુ  ર૦૧૮ ની સાલમાં જ હાઇસ્‍કૂલ ગ્રેજયુએટ  થયેલા આ યુવાન અસીમએ ૭ જુનના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં  ૧પ.૭  ટકા મતો મેળવ્‍યા હતાં. જયારે વર્તમાન ડેમોક્રેટ એસેમ્‍બલી મેમ્‍બર ટિન ગ્રેસનએ ૮૪.૩ર ટકા એટલે કે ૪૦૮૯૯ મતો મેળવ્‍યા હતા.

અમેરિકન ચૂંટણી પધ્‍ધતિ મુજબ ટોપ ટુ સીસ્‍ટમ પ્રમાણે તે જનરલ ચૂંટણી લડી શકશે. અસીમના મત મુજબ તે પોતાના મત વિસ્‍તારમાં જુસ્‍સો, સત્‍યનિષ્‍ઠા, તથા હિંમતપૂર્વક કામો કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માંગે છે. તેણે અભ્‍યાસ દરમિયાન પણ વિધાર્થીઓના પ્રતિનિધિ તરીકે હાઇસ્‍કુલમાં કામગીરી બજાવેલી છે.

(9:23 pm IST)