Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ પામેલા અમદાવાદના યુવક મૌલિન રાઠોડનો મૃતદેહ ભારત લવાશે :મૃતદેહ પહોંચાડવા માટે જરૂરી રકમ પેટે ગુજરાતી સમાજે 8 હજાર ડોલર ભેગા કરી દીધા

મેલબોર્ન : ગર્લફ્રેન્ડને મળવા ગયા બાદ મૃતક હાલતમાં મળી આવેલા ગુજરાતના વતની તથા ઓસ્ટ્રેલિયા સ્થિત યુવાનના મૃત્યુ અંગે અનેક શંકા કુશંકાઓ થઇ રહી છે.તેના શરીર ઉપર ઘાવ તથા ફ્રેક્ચરના નિશાનો પણ મળી આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.દરમિયાન મળેલી માહિતી મુજબ તેના મૃતદેહને વતન અમદાવાદ પહોંચાડવા અંદાજે 10 હજાર ડોલરની જરૂર પડે તેમ હતી તે સામે સ્થાનિક ગુજરાતી સમાજે 8 હજાર ડોલર ભેગા કરી દીધા હોવાનું જાણવા મળે છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતો અને અમદાવાદના વાસણાના 25 વર્ષીય યુવક મૌલિનની ડેટિંગ સાઇટ પરથી મળેલી યુવતીને મળવા તેના ઘરે ગયો હતો. જ્યાં તેની હત્યા કરાઇ હતી. તેના મૃતદેહને પરત લાવવા માટે 10 હજાર ડોલરનો ખર્ચ થઇ શકે તેમ હતો.

જોતે મૃતક યુવકના પરિવારની માનસિક તથા આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમાજ દ્વારા મૌલિન રાઠોડના મૃતદેહને ભારત મોકલવા માટે 8 હજાર ડોલરનું ભંડોળ ભેગું કરવામાં આવું છે. મૌલિનનો મૃતદેહ આવતા અઠવાડિયે ભારત લાવવામાં આવી શકે છે. મૌલિન માસ્ટર ઇન પ્રોફેશનલ એકાઉન્ટમાં એમબીએમાં અભ્યાસ કરતો હતો. નવેમ્બરમાં તેનુ છેલ્લું સેમેસ્ટર પતવાનું હોઇ તે ત્યાં વર્ક પરમિટ માટે એપ્લાય કરી ત્યાં સ્થાઇ થવા માંગતો હતો. તેમજ અમદાવાદના વાસણામાં રહેતા હિરેનભાઇ અને જાગૃતિબેનનો એકનો એક દીકરો હતો. જેથી મૌલિન માતા પિતાને પણ પોતાની સાથે લઇ જવા માંગતો હતો. તે હંમેશાં તેના પિતાને કહેતો હતો કે જ્યારે તેને નોકરી લાગી જશે ત્યારે પિતાને કામ કરવા નહિ દે.

(7:07 pm IST)