Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ચંદ્રગ્રહણની મોબાઇલમાં સુંદર તસવીરો લેવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ

અમદાવાદઃ આજે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે (27મી જુલાઈ) થવાનું છે. જ્યોતિષિઓ, વૈજ્ઞાનિકો સિવાય ફોટોગ્રાફર્સ માટે પણ ખાસ તક છે. ઘણાં લોકો દ્રશ્યને કેમેરામાં કેદ કરવા તો માગતા હશે પણ તેમની પાસે કેમેરા નહીં હોય. આવો જાણી મોબાઈલ ફોનથી કઈ રીતે ચન્દ્રગ્રહણની તસવીર ખેંચશો..

ચન્દ્રગ્રહણની સાફ તસવીર માટે કોઈ લોકેશન પર પહોંચો. ધ્યાન રાખો તમારા ફોનના કેમેરાનો લેન્સ સાફ હોવો જોઈએ.

બની શકે કે ઓટો મોડમાં તમને નરી આંખે દેખાય તેવા રંગો જોવા ના મળે. માટે એક્સપોઝરને કંટ્રોલ કરવા માટે હંમેશા પ્રો-મોડનો ઉપયોગ કરો.

ચન્દ્ર તમારાથી 384,400 કિલોમીટર દૂર છે માટે ફ્લેશ લાઈટનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો નહીં મળે પણ તેનાથી તમારી તસવીરો વધારે ખરાબ થશે.

ટાઈમ લેપ્સ આમ તો વીડિયો બનાવવા માટે ઉપયોગી છે પણ વીડિયોમાંથી ચન્દ્રગ્રહણની સારી તસવીર મળી શકે છે. ફોનને ટ્રાઈપોડ પર લગાવીને છોડી દો અને ટાઈમ લેપ્સથી વીડિયો શૂટ કરો. દરમિયાન ઉતાવળ કર્યા વગર વીડિયો બનવા દો.

ચન્દ્રગ્રહણ સમયે લાલ અને કાળા અલગ-અલગ રંગ જોવા મળશે અને અલગ-અલગ શેડ પણ થશે. તમારે કેવી તસવીર જોઈએ છે તેનું પ્લાનિંગ કરી રાખો.

ફોટ લેતા પહેલા સેટિંગમાં જઈને ઈમેજ સાઈઝ અને મેગા પિક્સલ ચેક કરી લો. મેગાપિક્સલ વધારવાથી ફોટોની ક્વોલિટી સારી થશે.

બ્લડમૂનની સાફ તસવીર લેવા માટે મોબાઈ ટ્રાઈપોડનો ઉપયોગ કરી શકાય છે. રીતે તસવીર લેવાથી સ્પષ્ટ તસવીર આવશે.

ચન્દ્રગ્રહણ 27મી જુલાઈએ 11:54 શરુ થશે. અને બ્લડમૂન લગભગ 1 વાગ્યે દેખાશે. એટલે તમારી પસંદની તસવીર લેવા માટે સમય પહેલા તૈયાર રહો.

(6:13 pm IST)