Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

વોટ્સઅેપમાં લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરીને ટ્રેનની સ્થિતિ વિશે યાત્રિકો માહિતી મેળવી શકશેઃ ૧૩૯ નંબર ઉપર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે

નવી દિલ્હીઃ IRCTC મેસેજિંગ એપ WhatsApp સાથે મળીને નવી સુવિધા શરુ કરી છે. જે સેવા દ્વારા તમને ગણતરીની સેકન્ડમાં ખ્યાલ આવી જશે કે તમારી ટ્રેન નક્કી સમયે ચાલી રહી છે કે મોડી છે.

વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરી લો. નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો.

આના માટે તમારે તમારી વોટ્સએપ એપલિકેશનને અપડેટ કરવી પડશે. સુવિધા લેટેસ્ટ વર્ઝન પર મળી રહી છે. વોટ્સએપ અપડેટ કરવા માટે એપ સ્ટોર/પ્લેસ્ટોર પર જઈને My Apps And Games પર ક્લિક કરીને વોટ્સઅપ અપડેટ કરી શકશો.

પછી તમારે તમારો ટ્રેન નંબર લખીને મેસેજ કરવાનો રહેશે. તમારો મેસેજ ડિલિવર થયા પછી ગણતરીની સેકન્ડમાં તમને ટ્રેનનું લાઈવ સ્ટેટસ મળી જશે. આના માટે જરુરી છે તમારો મેસેજ સફળતાપૂર્વક ડિલિવર થઈ જાય.

સેવાને લઈને IRCTC નું કહેવું છે કે યુઝર્સના મેસેજ કર્યાની 5થી 10 સેકન્ડમાં ટ્રેન સાથે જોડાયેલી માહિતી મળી જશે.

(6:03 pm IST)