Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૩૦ વર્ષ પછી ગુજરાતમાં ફરી એકવાર 'ટાઈગર ઝિંદા હૈ': અહીં દેખાયો વાઘ

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરના જંગલોમાં દેખાયો વાઘ, એક પર કર્યો હુમલો ગુજરાતમાં છેલ્લે ૧૯૯૨માં જોવા મળ્યો હતોઃ ડાંગના જંગલને ઘર બનાવી શકે છે :વાઘ ૩૦૦ કિમી જેટલો પ્રવાસ કરે છે

મુંબઇ, તા.૨૭:  નાનપણમાં સાંભળેલી ગુજરાતી વાર્તા તો તમને યાદ જ હશે કે 'વાદ્ય આવ્યો રે વાઘ આવ્યો' દર વખતે ખોટી બૂમો પાડીને ગામવાળાને દોડવતો છોકરો ત્યારે ફસાઈ જાય છે કે જયારે હકીકતમાં વાઘ આવી જાય છે. પરંતુ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ નિજહાર ગામ પાસે આશરે ૩૦ વર્ષ બાદ પહેલીવાર ફરી એકવાર વાઘ જોવા મળ્યો છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં વાઘ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે તેમણે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનો આ વિસ્તાર છોડી દીધો હતો.

ત્યારે બુધવારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ખાતે નંદુરબાર જિલ્લાના નિમગાંવ ખાતે વાઘ જોવા મળ્યો હતો. જેને લઈને ઉત્સાહિત ગામવાળાઓ ભેગા થઈ ગયા હતા. ગામવાળાની હાજરીથી ઉત્તેજીત થયેલા વાઘ ટોળામાંથી ૩૮ વર્ષીય દિનસિંહ કોકણી પર હુમલો કરી જંગલમાં ભાગી ગયો હતો. વન અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લે ૧૯૯૨માં ડાંગ બોર્ડર પાસે વાઘ જોવા મળ્યો હતો.

ત્યારે તાજેતરમાં ફરી એકવાર વાઘ જોવા મળતા નિષ્ણાંતો મુજબ આ વિસ્તારમાં વાદ્યનું દેખાવું દર્શાવે છે કે તેઓ ફરી એકવાર આ વિસ્તારને પોતાનું દ્યર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. વન અધિકારી સુરેશ કેવટના જણાવ્યા મુજબ આ પહેલા પણ દ્યણીવાર વાદ્યના પગલા જોવામાં આવ્યા છે પણ પહેલીવાર વાઘ પ્રત્યક્ષ દેખાયો છે.

વાઘના દેખાવાના કારણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર અડીને આવાલ જંગલ વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગે અંતરીયાળ ગામમાં રહેતા લોકોને જાગૃત કરવાની સાથે સર્વેલન્સ પણ વધારી દીધું છે. તો આ સાથે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના મેમ્બર એચ. એસ. સિંહે જણાવ્યું કે, 'હવે અમારું પહેલું લક્ષ્ય વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેનો છે. જેથી તેઓ ગામમાં રહેતા પાળતું પ્રાણીઓ પર હુમલો ન કરે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘણીવાર વાઘ પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે ૩૦૦ કિમી જેટલો લાંબો પ્રવાસ કરે છે.'

(4:38 pm IST)