Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

NDAમાં ફરી સામેલ થશે ટીડીપી! ચંદ્રબાબુ નાયડુએ આપ્યા સંકેતો

અટકળો તેજ હવે જેની સરકાર રચાશે તેનો સાથ આપીશું: ચંદ્રબાબુ

નવી દિલ્હી તા. ર૭ :.. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ પર એનડીએ થી અલગ થઇ ટીડીપી એક વાર ફરી એનડીએમાં સામેલ થશે એવા એંધાણ દેખાઇ રહ્યા છે. પક્ષના મુખ્ય ચંદ્રબાબુ નાયડુના નિવેદન બાદ એવી અટકળો લગાવાય રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે હવે જેની પણ સરકાર રચાશે તેઓ તેમની સાથે મળીને કામ કરશે. તેમના આ નિવેદન પર રાજનૈતિક વિશ્લેષકોએ તારણ આપ્યું કે હાલમાં ભાજપ જ દેશની સૌથી મોટો પક્ષ છે અને આશા છે કે વર્ષ ર૦૧૮ માં ચંૂટણીમાં પણ આ પક્ષની સરકાર બનશે. ઉલ્લેખનીય છે કે તેલુગુ દેશમ પક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજયના વિભાજન સમયે નરેન્દ્રભાઇ મોદીએ કહયું હતું કે તેઓ આંધ્ર પ્રદેશને વિશેષ રાજયનો દરજજો આપવાનું કાર્ય કરશે. નાયડુએ આરોપ લગાવીને કહયું કે સતત સરકારને તેના માટે ચેતવણી આપવા છતાં કોઇ કામ થયુ નથી ત્યારે તેઓ ગઠબંધનથી અલગ થયા.

(4:38 pm IST)