Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૩૫થી ઓછી ઉંમરના લોકોએ આપવો નહિ પડે આયકર

૨૦૧૯નો ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસ આપી શકે છે મહાવચન : ૮૦ કરોડ લોકો ૩૫થી ઓછી ઉંમરના છે : છુટ આપી રોજગાર માટે યુવાનોને પ્રોત્સાહિત કરી શકાશે

નવી દિલ્હી તા. ૨૮ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મધ્યમ વર્ગના યુવા મતદાતાઓને લુભાવવા માટે મોટી અને આકર્ષક ઘોષણાઓ કરી શકે છે. તેમાંથી એક છે ૩૫ વર્ષની ઉંમર સુધીના કરદાતાઓને ઇન્કમટેક્ષમાંથી મુકિત 'ધ પ્રિન્ટ'ના જણાવ્યા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ૧૩ જુલાઇએ આ મુદ્દા પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી. જોકે તેના ૫ર શું નિર્ણય થયો, તેનો ખુલાસો હજુ થઇ શકયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠક પ્રિયંકા ગાંધીએ બોલાવી હતી. જે પડદાની પાછળ પક્ષ માટે ૨૦૧૯ની ચુંટણીની રણનીતિ બનાવી રહ્યું છે. હજુ સુધી તેનો ખુલાસો થઇ શકયો નથી કે પક્ષ આ મુદ્દે ચુંટણી જાહેરનામામાં સામેલ કરશે કે નહીં. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ નવા મતદાતાઓ પર આ વખતે વધુ ફોકસ કરી રહી છે.

આંકડાના જણાવ્યા મુજબ અંદાજે ૧૫ કરોડ યુવા મતદાતા ૨૦૧૯માં પ્રથમવાર મતદાન કરશે એ કારણે પક્ષ તેના માટે લુભાવાના વાયદાઓ પર ઉંડાણપૂર્વક મંથન કરી રહી છે. કોંગ્રેસ સૂત્રોનું માનવું છે કે પક્ષ ઇચ્છે છે કે, આ પ્રકારની છુટ આપીને યુવાઓને રોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આ ઉપરાંત જે યુવા ન્યુ એન્ટ્રી પ્રિન્યોર છે તેને ટેક્ષની સુરક્ષા આપવામાં આવે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલના સમયમાં દેશની અંદાજે એક તૃતીયાંશ વસ્તી એટલે કે અંદાજે ૮૦ કરોડ લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. તે વસ્તીનો મોટો ભાગ છે. કોંગ્રેસ આ ૮૦ કરોડ યુવાઓ પર ફોકસ કરવા માંગે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી એટલે કે જાહેરનામા પણ કોંગ્રેસે યુવાઓ માટે ૧૯૦ દિવસમાં જોબ એજન્ડાનું એલાન કરવાનો વાયદો કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની તૈયારીઓમાં પક્ષ લાગી ગયો છે. તેના જ આધાર પર સામાન્ય ચુંટણી માટે કોંગ્રેસે વિવિધ જનસંખ્યા સમૂહોથી અલગ - અલગ વિસ્તારોમાં વિચાર વિમર્શ કર્યા હતા. તેના આધાર પર જ ચુંટણી ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. પક્ષે આ જવાબદારી શ્યામ પિત્રોડાને સોંપી છે. જેણે કર્ણાટક અને ગુજરાત ચુંટણીમાં જાહેરનામાનું તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(5:11 pm IST)