Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૧૦ માંથી ૭ ભારતીયોને છે સ્નાયુની બીમારી

શરીરમાં કયાંય પણ સ્નાયુઓનો દુખાવો હોય તો એને નજરઅંદાજ કરવામાં ભારતીયો મોખરે છે

નવીદિલ્હી, તા.૨૭: શરીરમાં કયાંય પણ સ્નાયુઓનો દુખાવો હોય તો એને નજરઅંદાજ કરવામાં ભારતીયો મોખરે છે અને આ એક સર્વેમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે. સ્નાયુઓના આરોગ્યની સમસ્યા ફકત સુધી એવું આરોગ્યની સમસ્યા ફકત સ્પોટ્ર્સ પર્સન કે જિમ્નેશ્યમમાં જતા લોકોને જ થાય છે, પરંતુ હકીકતમાં ૧૦ માંથી ૭ ભારતીયોને સ્નાયુઓની બીમારીઓ ઓછાવતા પ્રમણામાં હોય છે. દિલ્હી અને આસપાસના ક્ષેત્રો, મુંબઇ, કલકતા, ચેન્નાઇ, અમદાવાદ, લખનઉ, પટના અને હૈદરાબાદ મળીને આઠ શહેરમાં ૩૦થી પંચાવન વર્ષની ઉંમરના ૧૨૪૩ લોકોના અભ્યાસમાં ૭૧ ટકા લોકોનું સ્નાયુઓનું આરોગ્ય નબળું જણાયું છે. સ્ટડીમાં સામેલ લોકોને થાક લાગવાની તફલીફ ઉપરાંત શરીરની આંતરિક ક્રિયાઓમાં પણ અસ્વસ્થતા જણાઇ હતી. સ્નાયુઓની સ્થિતિને એકંદર આરોગ્ય સાથે સંબંધ હોવાનું બધા નથી જાણતા. સ્નાયુઓનું સારૃં આરોગ્ય ફકત સક્રિય જીવનશૈલી માટ. જ નહી, સ્વસ્થ જીવન માટે રોજિંદી શારીરિક પ્રવૃતિઓની ર્દષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આઠ શહેરોમાં સૌથી વધારે લખનઉમાં ૮૨ ટકા સ્ત્રીઓ અને પુરૂષોના સ્નાયુઓ નબળા હતા. સ્નાયુઓની વ્યાધિ ધરાવતા લોકોનું સૌથી ઓછું પ્રમાણ ૬૪ ટકા દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રોમાં નોંધાયું હતું.

અભ્યાસમાં શરીરમાં પ્રોટીનના લેવલનું પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સ્નાયુઓની વ્યાધિઓ જેવી જ સ્થિતિ પ્રોટીનની બાબતમાં પણ નોંધાઇ હતી. સ્નાયુઓના આરોગ્યમાં પ્રોટીનનું ઘણું મહત્વ છે. પ્રોટીનની માફડ કસરત પણ સ્નાયુઓની સ્વસ્થતા માટે મહત્વની છે.

(4:33 pm IST)