Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રિયલ એસ્ટેટમાં ઘટાડાથી બેંકોના ૨૦ અરબ ડોલર દાવ પર લાગ્યા

બેંકોએ લોન રૂપે ફાળવણી કરેલા નાણા પર સંકટ : કરદાતાઓને લોનની રિકવરીમાં મુશ્કેલી નજર આવી રહી છે

નવીદિલ્હી, તા.૨૭: છેલ્લા એક દાયકામાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર ઇકોનોમીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે અને તેનાથી લોનના રૂપે ફાળવણી કરવામાં આવેલ બેંકોના અંદાજે ૨૦ અરબ ડોલર દાંવ પર લાગ્યા છે. તેનાથી કરદાતાઓને પોતાની લોનની રિકવરી મુશ્કેલીમાં નજરે આવી રહી છે. એવામાં રીયલ એસ્ટેટની પ્રોપર્ટી હવે ટ્રબલ પ્રોપર્ટીનું રૂપ લેતી જઇ રહી છે. બ્લુમબગના રીપોર્ટના જણાવ્યા મુજબ રિયલ્ટી ક્ષેત્રમાં નબળો તબકકો હવે બિઝનેસ માંથી બહાર થતો જોવા મળ્યો છે કરદાતાઓએ ડેવલોપર્સતે પોતાના ૨૦ અરબ ડોલરનો અંગ્રહ શરૂ કરી દીધો છે તેનાથી કરદાતાઓ અને ડેવલોપર્સ બંને પર દબાણ છે તે પહેલા જ રીયલ એસ્ટેટમાં નિર્માણ ગતિની ધીમી રફતારથી તંગ આવીને કેટલાક મકાન માલીકો પહેલા જ જેથી ઇન્ફાટેક લિમિટેડ અને યુનિટેક લિમિટેડને  કોર્ટ સુધી લઇ જઇ ચુકયા છે છેલ્લા એક દાયકામાં રોકાણ માટે સૌથી શાનદાર માર્કેટ રહેલુ રિયલ એસ્ટેટ કેટલાક વર્ષાના સૌથી નીચલા સ્મર પર પહોંચી ગયું છે. નોટબંધ, જીએસટી અને રીયલ એસ્ટેટ એકટે પણ તેના પર પડેલી મારને બે ગણું નુકશાન પહોંચાડયું છે. રીયલ એસ્ટેટ ક્ષેત્ર વીતેલા ૭ વર્ષોમાં તેના સૌથી નિચલા સ્તર પર છે અને દેશના અનેક મોટા શહેરોમાં મકાનોની કિંમતો તેજીથી ઘટી  છે.

(3:53 pm IST)