Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

SBI-PNB-BOB કામગીરી આધારીત વેતનપ્રથા શરૂ કરશે

જો કે હાલ સીનીયર મેનેજમેન્ટ કક્ષાએ અમલ થશેઃ સરકાર પાસે માંગશે મંજુરી

મુંબઇ, તા.૨૭: ભારતીય સ્ટેટ બેંક (એસ બી આઇ), પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને બેંક ઓફ બરોડા પોતાના ઉચ્ચ અધિકારીઓ માટે પ્રદર્શન આધારિત પગાર બાબતે વિચાર કરે છે. સરકારી બેંકો દ્વારા આ દિશામાં પહેલું પગલું છે. પંજાબ નેશનલ બેંકના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ મહેતાએ વાતચીત દરમ્યાન કહ્યું કે મેનેજર કક્ષાથી ઉપરના અધિકારીઓના પગાર મામલે પ્રદર્શન આધારીત પ્રોત્સાહન બાબતે ગંભીરતાથી વિચાર થઇ રહ્યો છે. તેમાં ફીકસ અને પરિવર્તનશીલ એમ બી ભાગ હશે. પણ તે ધીરે ધીરે લાગુ થશે.

સુત્રોએ જણાવ્યું કે એસ.બી.આઇ અને બેંક ઓફ બરોડા પણ આ મોડલ અપનાવી શકે છે. જો કે આવું કોઇ પગલુ લેવા માટે સરકારની મંજુરી લેવી પડશે. દેશની ખાનગી બેંકોમાં તેમના પગારમાં પરીવર્તનશીલ પગાર હોય જ છે. જે વ્યકિત અને બેંકના પ્રદર્શન પર આધારિત હોય છે જેના આધારે કર્મચારીઓને પરીવર્તનશીલ પગારનું ચુકવણું કરાય છે. તેનું ચુકવણું રોકડ અથવા કર્મચારીના સ્ટોક વિકલ્પ યોજના સાથે જોડાયેલ હોય છે. સરકારી બેંકોમાં પગાર અને ભથ્થા ઇન્ડીયન બેંક એસોસીએશન, બેંકના પ્રતિનીધીઓ અને યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સ વચ્ચે સમજુતી પ્રમાણે નકકી થાય છે.

હાલમાં ચાલી રહેલી વિચારણા પ્રમાણે ૬ સરકારી બેંકોમાં હાલની વેતનપ્રથા ત્રીજી શ્રેણીના અધિકારીઓ સુધી રાખવાનો વિરોધ કરાઇ રહ્યો છે. બેંક કર્મચારીઓને બે ટકા પગાર વધારાની આઇ બી એની ભલામણોનો પણ વિરોધ કર્યો છે. બેંક યુનિયન ૭ મા સ્કેલ સુધીના અધિકારીઓના પગાર વધારાની માંગણી કરી રહ્યો છે. જેમાં ચીફ મેનેજર, ડેપ્યુટી, ચીફ મેનેજર, આસી.મેનેજર અને ઝોનલ મેનેજર સામેલ છે.

મેહતાએ કહ્યું કે અમે આ અધિકારીઓના વેતન વધારાનો વિરોધ કરીએ છીએ એવી માન્યતા ખોટી છે. અમે નવી વેતન નીતિમાં આ અધિકારીઓ માટે વધારે વેતન વૃધ્ધિની ભલામણો કરી શકીએ છીએ. પણ તેમણે ખાનગી ક્ષેત્રની બેંકો સાથે હરીફાઇ કરવી પડશે અને તેના માટે પગારમાં કેટલીક માપદંડ સ્વીકારવા પડશે, જે ઉચ્ચ અધિકારીઓ માટે જરૂરી છે.

જો કે બેંકો આ મામલે મજુર સંગઠનો સાથે દ્રિપક્ષીય સમજૂતી થયા પછી જ નિર્ણય લેશે. લાંબા સમયથી ચાલતા વિરોધ પછી આઇબીએ ૩૦ જુલાઇએ પગાર સમજૂતિ માટે યુએફબીયુ સાથે વાતચીત કરશે. એક સરકારી બેંકરે કહ્યું કે આઇબીએ પહેલા તો પગાર સમજૂતિ માટે યુએફબીયુ સાથે વાતચીત કરશે. એક સરકારી બેંકરે કહ્યું કે આઇબીએ પહેલા તો પગાર સમજૂતી પર અંતિમ નિર્ણય કરશે ત્યાર પછી જ બેંક નિર્ણય કરશે કે હાલની પ્રથા ચાલુ રાખવી કે નવી પ્રથા જોકે બેંક યુનિયનો પ્રદર્શન આધારિત વેતનનો વિરોધ કરી રહ્યા છે.

(3:52 pm IST)