Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

શેર બજારનો નવો રેકોર્ડઃ સેન્સેકસ ૩૭૨૫૦ ઉપર

શેર બજારમાં એકધારી તેજીઃ નિફટી પણ ૧૧૨૫૦ ઉપર

મુંબઈ, તા. ૨૭ :. શેર બજારમાં એકધારી તેજી ચાલુ રહી છે. આજે સેન્સેકસ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૦૭ પોઈન્ટ વધીને ૩૭૨૭૮ ઉપર ટ્રેડ કરે છે. જ્યારે નીફટી ૮૯ પોઈન્ટ વધીને ૧૧૨૫૭ ઉપર છે.

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસે ઐતિહાસિક સ્તર પર પહોંચીને ટ્રેડીંગની શરૂઆત કરી હતી. નીફટીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે સેન્સેકસે ૩૭ હજારનો આંકડો પાર કર્યો હતો તો નીફટી પણ ૧૧૧૦૦ ઉપર ખૂલ્યો હતો.

આઈએલએન્ડએફએસ ટ્રાન્સ ૪૨.૭૦, મોતીલાલ ૯૦૦, રીલાયન્સ કેપી. ૪૨૧, એલેમ્બિક ૫૯૨, આઈડીએફસી ૪૮, ગોદરેજ ૬૪૪, કેસ્ટ્રલ ૧૭૪, ટાટા મોટર્સ ૧૪૯, આઈટીસી ૩૦૦, ટાટા મોટર્સ ૨૬૮, ટાટા સ્ટીલ ૫૫૨ ઉપર છે.

(3:49 pm IST)