Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી હેઠળ વિદેશ જઈ શકશેઃ દુરંતો, શતાબ્દી, રાજધાનીમાં પ્રવાસ માન્ય

૪૮ લાખ કર્મચારીઓને ફાયદોઃ શતાબ્દી અને રાજધાનીમાં ફલેકસી ફેર માન્ય રહેશે

નવી દિલ્હી, તા. ૨૭ :. દેશની આઝાદીના ૭૧ વર્ષ બાદ કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારીઓને વિદેશ ભ્રમણની તક મળવા જઈ રહી છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ કર્મચારી એલટીસી થકી દેશમાં જ ફરી શકે છે. હવે વિદેશમા ફરવા જઈ શકશે. નવા નિયમ બે ત્રણ મહિનામાં લાગુ થશે. નિયમ હેઠળ કોઈપણ વિભાગના પટ્ટાવાળાથી માંડીને ઓફિસર સુધીના બધા લોકો વિદેશ ભ્રમણ માટે યોગ્ય ગણાશે. આ બાબતને નાણા મંત્રાલય અને પી.એમ.ઓ.થી ઔપચારીક મંજુરી મળી ગઈ છે અને ફકત મ્હોર લાગવાની બાકી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્મિક મંત્રાલયે આ અંગે પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ગૃહ, પર્યટન, નાગરીક ઉડ્ડયન અને ખર્ચ વિભાગ પાસે ટિપ્પણી માગી છે. વિદેશ મંત્રાલયે આ પ્રસ્તાવમાં પાંચ મધ્ય એશીયન દેશો કઝાખસ્તાન, તુર્કમેનીસ્તાન, ઉજબેકીસ્તાન, કીરગીસ્તાન અને તાજીકીસ્તાનને એલટીસી હેઠળ લાવવાની વાત રાખી હતી.

એલટીસી હેઠળ રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોમાં ગતિશીલ ભાડા વ્યવસ્થા હેઠળ યાત્રાની પરવાનગી મળશે. નિયમ હેઠળ સરકારી કર્મચારી જ્યારે એલટીસી લ્યે છે તો તેમને યાત્રા ભાડાના પુરા પૈસા મળે છે. કર્મચારી એલટીસી હેઠળ યાત્રા શરૂ થવાના ચાર મહિના પહેલા એડવાન્સ લઈ શકશે.

(3:48 pm IST)