Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સાતમાં પગાર પંચની કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારાઇ : સરકાર આપશે લઘુત્તમ પગાર રૂપિયા

સરકાર ૧૫ ઓગસ્ટે કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચનો ફાયદો આપશે

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રિય કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ થાય એની રાહ જોવાઇ રહી છે. ૫૦ લાખ કેન્દ્રિય કર્મચારીઓને આશા છે કે સરકાર એમની માંગણી સ્વીકારતાં વધારા સાથેનો પગાર આપશે. પરંતુ સરકાર કેટલો પગાર વધારશે? કયા કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવી છે? સાતમા પગાર પંચની ભલામણોથી કોના પગારમાં સૌથી વધારો થશે? ફિટમેન્ટ ફેકટરથી કેટલો ફાયદો થશે? આ તમામ સવાલો વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. મોદી સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારી છે અને ૮૦૦૦નો પગાર વધારો આપ્યો છે. સુત્રોનું માનીએ તો મોદી સરકાર કર્મચારીઓને હવે ૧૮૦૦૦ને બદલે લઘુત્તમ પગાર ૨૬૦૦૦ આપવા રાજી થઇ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં ચાલી રહેલા સમાચાર માનીએ તો સરકાર ૧૫ ઓગસ્ટે કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચનો ફાયદો આપશે. પરંતુ હવે આ ચર્ચા હકીકતમાં બદલાતી જોવા મળી રહી છે. સુત્રોને મળેલી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારની બંધ બારણે આ મુદ્દે ચર્ચા થઇ છે. સુત્રોનું માનીએ તો મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારતાં એમના પગારમાં ૮૦૦૦ રૂપિયાનો વધારો કરવા માટે સહમત થઇ શકે છે. જોકે સાતમા પગાર પંચમાં લઘુત્ત્।મ પગાર ૧૮૦૦૦ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પરતું સરકાર એમની માંગ અનુસાર ૨૬૦૦૦ રૂપિયા પગારની જાહેરાત કરી શકે એમ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર કર્મચારીઓને ખુશ કરવા માટે ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે પગારમાં વધારાની જાહેરાત કરાઇ શકે છે. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા સરકાર કેન્દ્રિય કર્મચારીને ખુશ કરવા ઇચ્છે છે. કેન્દ્રીય કર્મચારીઓ સતત લઘુત્તમ પગાર ૨૬૦૦૦ કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. સાથોસાથ ફિટમેન્ટ ફેકટરમાં પણ વધારાની માંગ કરી રહ્યા હતા.

(4:36 pm IST)