Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમરનાથ યાત્રામાં ૨.૪૬ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા

શ્રદ્ધાળુઓની નવી ટીમ સુરક્ષા વચ્ચે રવાના કરાઇ : વાર્ષિક અમરનાથ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી ઉપર પહોંચી શકે : યાત્રા ૨૬મી સુધી ચાલશે

શ્રીનગર,તા. ૨૭ : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે વહેલી પરોઢે શ્રદ્ધાળુઓની નવી ટુકડી કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ મજબુત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયા હતા. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના કરવામાં આવ્યા હતા. બેચમાં રહેલા લોકો બલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૨.૪૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ અમરનાથ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે સેવામાં રહેલી એક સંસ્થાએ ભવિષ્યમાં અમરનાથ યાત્રાની અવધિને ૩૦ દિવસ સુધી કરવાની રજૂઆત કરી છે. જેના પર ટુંક સમયમાં  નિર્ણય લેવામાં આવનાર છે. સંસ્થાનુ કહેવુ છે કે આ ગાળા દરમિયાન ૯૦ ટકાથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ૩૮૮૦ મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે ભારે ઉત્સુક બનેલા છે.આજે સવારે  જુદા જુદા વાહનોમાં આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી.તેમની સાથે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ રાખવામાં આવ્યા હતા.  અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. હજુ સુધી ૨.૪૬ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓના આ કાફલામાં મહિલાઓ અને સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૬મી બેંચ હતી.ગયા વર્ષે ૨.૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા.  અમરનાથ યાત્રાના બીજા તબક્કામાં સામાન્યરીતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે. કારણ કે, બરફના શિવલિંગમાં શિવલિંગ ઓગળવાની શરૂઆત થઇ જાય છે પરંતુ આ વખતે યાત્રા અનેક વખત ખોરવાઈ પડી છે. સત્તાવાળાઓને યાત્રા અનેકવખત મોકૂફ કરવી પડી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, બુધવાર સુધી ખરાબ હવામાનની સ્થિતિ રહી શકે છે.અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે એટલે કે ૨૬મી ઓગષ્ટના દિવસે પૂર્ણ થનાર છે. અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ થઇ શક્યા નથી.

યાત્રાની સાથે સાથે...

         શ્રીનગર, તા. ૨૭ : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે વહેલી પરોઢે શ્રદ્ધાળુઓની નવી ટુકડી કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ મજબુત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયા હતા. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના કરવામાં આવ્યા હતા.અમરનાથ યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે

*    વાર્ષિક અમરનાથ યાત્રા સાનુકુળ  અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યથાવતરીતે ચાલી રહી છે

*    ત્રાસવાદી હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી

*    હજુ ુસધી ૨૪૬૦૦૦ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે, પ્રવાહ અકબંધ રહ્યો છે

*    શ્રદ્ધાળુઓની ૨૬મી ટુકડી આજે સવારે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી હતી

*    શ્રદ્ધાળુઓની નવી ટીમમા મહિલાઓ અને સાધુ સંતો સામેલ છે

*    જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ વહેલી પરોઢે ખીણ માટે રવાના કરવામાં આવ્યા હતા

*    પહેલગામ અને બલતાલ રૂટથી તમામ શ્રદ્ધાળુઓ આગળ વધશે

(12:27 pm IST)