Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અખતરો ભારે પડયો

ઓનલાઇન વીડિયો જોઇને પતિ કરાવી રહ્યો હતો ડિલિવરી : પત્નીનું મોત

તિરૂપુર તા. ૨૭ : તમિલનાડુના તિરુપુરમાં યુ-ટ્યુબમાં વીડિયો જોઈને ડિલિવરી કરાવાને કારણે એક ૨૮ વર્ષીય મહિલાનું ૩.૩ કિલોગ્રામના સ્વસ્થ્ય બાળકને જન્મ આપ્યા બાદ મોત થઈ ગયું. આ ડિલિવરી મહિલાનો પતિ અને તેના બે મિત્રોએ કરી હતી. જેમાંથી કોઈને પણ મેડિકલ ફિલ્ડની જાણકારી નહોતી.

ક્રિથિગા નામની મહિલા એક ખાનગી સ્કૂલમાં ટીચર હતી અને તેનો પતિ કાર્તિકેયન કપડા બનાવતી કંપનીમાં કામ કરે છે. તેમને સંતાનમાં ત્રણ વર્ષની એક બાળકી પણ છે. ક્રિથિગાના પિતા રાજેન્દ્રે કહ્યું કે, 'તેમના પહેલા બાળકી ડિલિવરી હોસ્પિટલમાં કરવામાં આવી હતી, પરંતુ ક્રિથિગા ઈચ્છતી હતી કે તેમનું બીજુ બાળક ઘરમાં જન્મે.'

રાજેન્દ્રને જણાવ્યું કે ક્રિથિગાની મિત્ર લાવણ્યાએ હાલમાં જ પોતાના ઘરે બાળકને જન્મ આપ્યો હતો, ત્યાર બાદ બંનેએ ઘરે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. આ કેસમાં સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે તેમણે વીડિયોની તપાસ કરી, જેમાં મહિલા પોતાની મરજીથી ડિલિવરી કરવા માટે તૈયાર હતી.(૨૧.૧૦)

(11:45 am IST)