Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૪ મહિનામાં ત્રીજીવાર મળ્યા મોદી-જિનચીંગ

દ.આફ્રિકામાં બંને નેતાઓએ ભારત-ચીન સંબંધે બોર્ડર અંગે ચર્ચા કરી

નવી દિલ્હી, તા.૨૭: દક્ષિણ આફ્રિકી દેશોની યાત્રાએ ગયેલા વડાપ્રધાન મોદી પ્રવાસના અંતિમ તબકકામાં છે. ગુરૂવારે વડાપ્રધાને ૧૦માં બ્રિકસ સંમેલનમાં ભાગ લીધો અને સંબોધન પણ કર્યુ. બ્રિકસ દેશોની બેઠક સિવાય મોદીએ જોહાનીસબર્ગમાં ચીની રાષ્ટ્રપતિ જીનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી. હાલના દિવસોમાં આ ત્રણ દેશો વચ્ચે બીજી વખત મુલાકાત થઇ છે. થોડાક મહીના પહેલા જ મોદી રશિયા અને ચીન પ્રવાસે ગયા હતા.

 

ગુરૂવારે મોદીએ બ્રિકસ બેઠક પછી ચીની રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય વાતો કરી. વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ બોર્ડરની પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી અને નકકી કર્યુ કે બંને દેશોની સેનાઓએ સીમા પર શાંતિ જાળવી રાખવાની કોશિષ કરવી જોઇએ. આ ઉપરાંત મોદીએ ભારતની નિકાસનો મુદો પણ ઉઠાવ્યો હતો.

ભારત ચીનમાંથી વધુ માત્રામાં આયાત કરે છે પણ નિકાસની માત્રા બહુ ઓછી છે, મોદી સરકાર આ અંતર ઘટાડવા ઇચ્છે છે. ૧, ૨ ઓગસ્ટે ભારતનું એક ડેલીગેશન આ મામલે ચર્ચા કરવા ચીન જશે.

જણાવી દઇએ કે આ વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન મોદી એક અનૌપચારિક બેઠકમાં ચીન ગયા હતા. ચીનના બુઆનમાં બંને દેશોના સર્વોચ્ચ નેતાઓએ ઘણા મુદાઓ પર વાત કરી હતી. આ મુલાકાત કોઇ એજંડા વગર યોજાઇ હતી. આજ કારણે બંને દેશોએ દરેક મુદે કોઇ પણ ખચકાટ વગર પોતાની વાત કરી હતી. જીનપીંગ સાથે મુલાકાત દરમ્યાન પણ વડાપ્રધાને બંને દેશોના સંબંધો પર વાત કરી હતી.

ચીની રાષ્ટ્રપતિ જીનપિંગ ઉપરાંત વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળ્યા. આ દરમ્યાન વડાપ્રધાને કહ્યું કે પોતાની યાત્રા દરમ્યાન તેમનું જે રીતે સ્વાગત કરાયું હતું તે બદલ તેઓ તેમના આભારી છે.

મોદી અને પુતિને એક બીજાને ભરોસો આપ્યો ક. ભવિષ્યમાં પણ બંને દેશો સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય ભવિષ્યમાં પણ બંને દેશો સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે ચીનની જેમ જ મોદી રશીયાની યાત્રા કરી હતી અને અનૌપચારીક સમીટમાં ભાગ લીધો હતો.

જણાવી દઇએ કે આ પહેલા ગુરૂવારે સવારે બ્રિકસ બેઠક દરમ્યાન વડાપ્રધાને પોતાનો એજન્ડા બધા દેશો સમક્ષ મુકયો હતો. મોદીએ દુનિયાને વધુ સુંદર બનાવવા માટે બહુપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મુકયો હતો. તેમણે શિખર સંમેલનમાં કહ્યું કે દુનિયામાં વિકસી રહેલી નવી ઔદ્યોગીક ટેકનોલોજી અને આપસી સંપર્કની ડીજીટલ રીતો આપણા માટે તક પણ છે અને પડકાર પણ છે.

જણાવી દઇએ કે દક્ષિણ આફ્રિકા બ્રીકસ સંમેલનની યજમાની બીજી વાર કરી રહ્યું છે. આ સંમેલનમાં વૈશ્વીક મુદાઓ, આંતરરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષા, વૈશ્વીક વ્યાપાર જેવા ઘણા મુદાઓ પર ચર્ચા થઇ  હતી. જે દરમ્યાન વડાપ્રધાને જીનચિંગ સહીત ઘણા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. બ્રિકસ સમુહમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા શામેલ છે.

(11:37 am IST)