Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે બ્રિક્સ દેશોને સાથે મળીને શ્રેષ્ઠ નીતિઓ ઘડવા મોદીનું આહવાન

નવી દિલ્હી ;પોતાના ત્રણ આફ્રિકી દેશોની યાત્રાના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા 10માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે બ્રિક્સ દેશોને સાથે મળીને બહેતર રીત અને નીતિઓ ઘડવા આહવાન કર્યું હતું

  વડાપ્રધાન મોદીએ વિશ્વને વધુ બહેતર બનાવવા મટે ઔદ્યોગિક ,પ્રૌદ્યોગિક કૌશલ વિકાસ અને બહુપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મુક્યો હતો મોદીએ જ્હોનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં કહ્યું હતું કે વિશ્વમાં વિકસિત કરાતી ઔદ્યોગિક ,પ્રૌદ્યોગિક અને પરસ્પર સંપર્કના ડીઝીટલ પ્રકાર અમારા માટે અવસરની સાથે પડકાર પણ છે

  પોતાના સંબોધન બાદ મોદીએ ટ્વીટર પર લખ્યું, બ્રિક્સના સાથી નેતાઓ સાથે સત્રમાં મેં વિભિન્ન વૈશ્વિક મુદ્દો,પ્રાદ્યોગિકીનું મહત્વ,કૌશલ વિકાસ તથા પ્રભાવી બહુપક્ષીય સહયોગ દ્વારા વિશ્વને વધુ સારી બનાવવાનો મુદ્દે પોતાના વિચાર રાખ્યા હતા

   મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશોએ ચોથી ઔદ્યયોગીક ક્રાંતિના પરિણામ વિષે ગંભીરતાથી વિચારવું જોઈએ જેનો વિભિન્ન દેશોના લોકો અને અર્થ વ્યવસ્થા પર દુરોગામી પ્રભાવ હશે કાયદાના પાલન સાથે પ્રૌદ્યોગિકી દ્વારા સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાના લાભાર્થીઓને સીધું ચુકવણું એક ઉદાહરણ છે

  વડાપ્રધાને કહ્યું કે આવનારા સમયમાં રોજગાર માટે વધુ કૌશલ્યની જરૂર પડશે સાથે રોજગારીનું સ્વરૂપ અસ્થાયી હશે આ પ્રકારે ઔદ્યોગિક ઉત્પાદન ડિઝાઇન અને નિર્માણ પ્રક્રિયામાં ફેરફાર થશે

(11:34 am IST)