Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કેરળમાં બનશે મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા સંચાલિત હોટલ

કોચી તા ૨૭ : કેરળના ટુરિઝમ વિભાગે માત્ર મહિલાઓ માટે જ એક હોટેલ બનાવવાનું શરૂ કર્યુ છે. સરકારના કહેવા મુજબ આ હોટેલનું નામ હોસ્ટેસ હશે. એનું સંચાલન પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ થશે. આગામી છ મહિનાની અંદર હોટેલ તૈયાર થઇ જાય એવું લક્ષ્ય છે. કરેળની આ હોટેલ ઇન્ટરનેશનલ  સ્ટાન્ડર્ડસના હિસાબે બનાવવા માં આવશે. આ હોટેલમાં મહિલાઓની સુવિધા અનુસાર સુરક્ષા અને સવલતો બન્ને પર ધ્યાન અપાશે. કેરળના પર્યટન વિકાસ નિગમના અધિકારીઓનું કહેવું છે કે આ હોટેલ દેશની પહેલી સરકારી સુવિધા છે જે માત્ર મહિલાઓ માટે હોય અને મહિલાઓ દ્વારા સંચાલિત થાય. બાવીસ એરકન્ડીશન્ડ રૂમો અને  બે એર-કન્ડિશન્ડ ડોરમિટરી હશે.

(11:18 am IST)