Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

દેવ આનંદની 'અવ્વ્લ નંબર'નો ઇમરાનખાને અસ્વીકાર કર્યો હતો

ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ફિલ્મોને રાજકારણનો રસ્તો અપનાવ્યો

મુંબઈ :પાકિસ્તાનમાં વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાનને બોલિવૂડ સ્ટાર બનવાની તક મળી હતી દેવ આનંદની ફિલ્મ 'અવ્વલ નંબર'માં કામ કરવાની ઇમરાનખાનને ઓફર થઇ હતી પરંતુ દેવ આનંદની ઓફર સ્વીકારવાના બદલે ઇમરાન ખાને રાજકારણનો રસ્તો પસંદ કર્યો હતો

 દેવ આનંદે ખુદ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેઓ એક દિવસ જૂહુ સ્થિત હોટલના પોતાના રૂમમાં ટીવી પર ક્રિકેટ મેચ જોવા બેઠા હતા અને મેચ એટલી દિલચસ્પ હતી કે છેલ્લે સુધી તેઓ ટીવી સાથે ચીપકેલા રહ્યા. એ જ દિવસે તેમને એક આઇડિયા આવ્યો અને તેમણે બે ક્રિકેટરોની આસપાસ એક કહાણી લખી નાખી. તેમાંથી એક હોનહાર ખેલાડી સની અને બીજો અક્કડ કેપ્ટન રોની, જેને ટીમની હાર બાદ રિટાયર્ડ કરી દેવામાં આવે છે.

સનીના રોલ માટે તેમણે તે સમયના ઊભરતા કલાકાર આમિર ખાનની પસંદગી કરી. તે રોનીની તલાશ કરી રહ્યા હતા અને તેમની નજર તે જ દિવસના ન્યૂઝ પેપરના એક સમાચાર પર પડી. પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર કેપ્ટન રહી ચૂકેલા ઇમરાન ખાન ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઇ રહ્યા છે.

  ઇમરાનખાન ક્રિકેટમાંથી નિવૃત થતા દેવ આનંદે તેને ફિલ્મ અવ્વલ નંબર માં કામ કરવાની ઓફર કરી હતી પરંતુ ઇમરાનખાને આ ઓફર સ્વીકારી નહોતી

(10:44 am IST)