Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

દેશમાં મળ્યો દુલર્ભ પીપી બ્લડ ગ્રુપનો પહેલો વ્યકિત

કર્ણાટકની હોસ્પિટલમાં દર્દીમાં મળ્યું રેર બ્લડ ગ્રુપ

મણિપાલ તા. ૨૭ : કર્ણાટકની કસ્તૂરબા મેડિકલ કોલેજ મણિપાલને એક રેર બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. આ બ્લડ ગ્રુપનું નામ પીપી એટલે કે પી નલ ફેનોટાઈપ છે. ડોકટરોનું કહેવું છે કે, આ દેશનો પહલો અને અત્યાર સુધીનો એકમાત્ર એવો વ્યકિત છે જેમાં પીપી બ્લડ ગ્રુપ મળી આવ્યું છે.

ડોકટરોએ જણાવ્યું કે, એક દર્દીને તાત્કાલિક લોહી ચડાવવાની જરૂર પડી હતી. કસ્તૂરબા હોસ્પિટલના બ્લડ બેંકમાં દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું. ડોકટરોએ બ્લડ ગ્રુપ જાણવા માટે સેમ્પલની તપાસ કરી, પરંતુ તેઓ બ્લડ ગ્રુપ જાણી શકયા નહીં. ડોકટરોએ એક પછી એક ૮૦ વખત સેમ્પલની તપાસ કરી, પરંતુ બ્લડ ગ્રુપ જાણી ન શકાયું તો તેઓ આશ્યર્યમાં મૂકાઈ ગયા. ત્યાં સુધી કે દર્દીના બ્લડ ગ્રુપની વિસ્તૃત રીતે લોહી સંબંધી રોગો વિશે તપાસ કરવામાં આવી. ડોકટરોની મોટી ટીમ આ કામમા લાગી હતી, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમને કંઈ જાણવા મળી શકયું નહીં.

આખરે ડોકટરોએ દર્દીના બ્લડ સેમ્પલને ઈન્ટરનેશલન બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (આઈબીજીઆરએલ) બ્રિસ્ટલ યુકેમાં તપાસ માટે મોકલી આપ્યું. રેફરન્સ લેબોરેટરીમાં તપાસ બાદ જણાયું કે, દર્દીના બ્લડમાં પીપી ફેનોટાઈપ સેલ્સ છે.

ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સ મણિપાલ એકેડમી હાયર એજયુકેશનના પ્રો વાઈસ ચાન્સેલર ડો. પૂર્ણિમા બલિગાએ જણાવ્યું કે, એવું પહેલી વખત થયું છે કે નલ ફેનોટાઈપનું પી બ્લડ ગ્રુપ ભારતમાં મળી આવ્યું છે. તેમણે બ્લડ બેંકની પહેલને પણ વખાણી છે, જેના પ્રયાસથી આ બ્લડ ગ્રુપની જાણ થઈ શકી છે. ઈમ્યુનો હેમોટોલજી એન્ડ બ્લડ ટ્રાન્સફયૂઝન ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર શામી શાસ્ત્રીએ જણાવ્યું કે, 'દર્દીના શરીરમાં ઘણું જ રેર બ્લડ ગ્રુપ પી નલ અને એન્ટી પીપી ૧ પીકે બોડી બ્લડ મળી આવ્યું છે.' જોકે, દર્દીના બ્લડ ગ્રુપનું લોહી મળી ન શકવાને કારણે હાડકાંના વિશેષજ્ઞ પ્રોફેસર કિરણ આચાર્યની ટીમે દર્દીની સર્જરી બ્લડ ટ્રાન્સફયૂઝન વિના જ કરી. તેમણે કહ્યું કે, દર્દીનું હિમોગ્લોબિન વધ્યા બાદ તેને તેને બીજી દવાઓ આપવામાં આવશે.(૨૧.૫)

(9:37 am IST)