Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઇન્દોરમાં ટ્રાફિકના નિયમો તોડવા પર પરિવાર સહિત પોલીસ સ્ટેશન જવું પડશે

ટ્રાફિકનો નિયમ તોડવા પર પોલીસ આપશે નવી સજા

ઇન્દોર તા. ૨૭ : ઈન્દોરમાં ટ્રાફિકના નિયમો તોડનારા માટે પોલીસ અલગ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ હવે ટ્રાફિક નિયમ તોડનારાને પરિવાર સહિત પોલીસ સ્ટેશન લઈ જશે. જોકે પોલીસ સ્ટેશનમાં તમને જેલમાં બંધ નહીં કરવામાં આવે, પરંતુ તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવશે કે ટ્રાફિક નિયમો તોડવાથી શું નુકસાન થઈ શકે છે, અને કેવી રીતે બચી શકાય.

હકીકતમાં આ સમગ્ર અભિયાન એવા લોકોને સુધારવા માટે શરૂ કરાઈ રહ્યું છે જે ટ્રાફિક નિયમો તોડતા પકડાય છે અને દંડ ફરી દે છે. પરંતુ ફરીથી સુધરવાને બદલે ટ્રાફિક નિયમો તોડે છે. પોતાની સાથે અન્ય લોકોનું જીવન પણ મુશ્કેલીમાં મુકે છે.

ડીઆઈજી મુજબ ઈન્દોરના પિપલિયાહાનામાં ટ્રાફિક કાઉન્સેલિંગનો સેટ-અપ બનાવાયો છે, જયાં ટ્રાફિન નિયમો તોડનારા અને પરિવારના સભ્યોને અલગ-અલગ અકસ્માતની તસવીરો અને તેમાં થનારી ઘટનામાં મૃત્યુના આંકડા તથા વીડિયો બતાવાશે. આ સાથે અકસ્માત સાથે-સાથે જિંદગી પર બનેલી શોર્ટ ફિલ્મો પણ બતાવાશે. ડીઆઈજી મુજબ તેનો હેતૂ પરિવારને ડરાવવાનો નહીં, પરંતુ તેઓ પોતાના પરિજનને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવે તેવો છે.

આ સમગ્ર પ્રક્રિયા માટે સૌથી પહેલા ટ્રાફિન નિયમો તોડાનારા જેવા કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડિંગ અથવા અન્ય નિયમો તોડવા પર મેમોના આધારે વ્યકિતની સિલેકટ કરવામાં આવશે અને પછી તેને પરિવાર સહિત પોલીસ સ્ટેશન બોલાવામાં આવશે. કાઉન્સેલિંગ બાદ તેને પરિવાર સામે જ શપથ લેવડાવાશે કે તે હવેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે.(૨૧.૪)

(9:36 am IST)