Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

શિવરાજસિંહે દેશદ્રોહી કહેતા દિગ્વિજયસિંહ ભડક્યા: ભોપાલમાં જંગી રેલી કાઢીને પોલીસ સ્ટૅશનમાં ધરપકડ વહોરવા પહોંચ્યા

કોંગ્રેસ દ્વારા જબરું વિરોધ પ્રદર્શન ;રેલીને કમલનાથે આપી લીલીઝંડી ;હજારો સમર્થકો જોડાયા

ભોપાલ :મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહએ ભોપાલના માર્ગો પર માર્ચ કાઢીને પોતાની ધરપકડ કરાવવા ટીટીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજજયસિંહે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ મને દેશદ્રોહી માને છે તો મારી ધરપકડ કરાવે,કોંગ્રેસ નેતાનું આ વિરોધ પ્રદર્શન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા દેશદ્રોહી કહેવાના જવાબરૂપે હતું

   આ રેલીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે લીલીઝંડી આપી હતી આ માર્ચમાં દિગ્વિજયસિંહના રાજ્યભરમાંથી આવેલા હજારો સમર્થકો જોડાયા હતા

  અત્રે ઉલેલ્ખનીય છે કે મુખયમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જન આશીર્વાદ યાત્રા દરમિયાન સતના જિલ્લામાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં દિગ્વિજયસિંહને દેશદ્રોહી કહ્યા હતા તેઓએ કહ્યું હતું કે જો પોલીસ કોઈ આતંકવાદીને મારી નાખે તો દિગ્વિજયસિંહ આતંકવાદીના ઘરે જાય છે અને તેને 'જી ' કહીને સંબોધિત કરે છે  કેટલીયે વાર દિગ્વિજયસિંહનુઆ આવું વલણ મને દેશદ્રોહી લાગે છે શિવરાજસિંહના આ નિવેદન સામે દિગ્વિજયસિંહે વાંધો ઉઠાવ્યો હતો અને 21મી જુલાઈએ પત્ર લખ્યો હતો

   દિગ્વિજયસિંહે પત્રમાં લખ્યું હતું કે મુખ્યમંત્રી મને દેશદ્રોહી માને છે જ્યાં સુધી મારી જાણમાં છે મેં આવું કોઈ કામ કર્યું નથી જેના કારણે બંધારણીય પદ પર બિરાજતા શિવરાજસિંહની નજરમાં દેશદ્રોહીની શ્રેણીમાં આવું છું

   દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાસે મારા દેશદ્રોહી હોવાનો જો કોઈ પુરાવો હોય તો વહીવટી તંત્રને સોંપી આપે જેથી કરીને મારી ધરપકડ થઈ શકે અને મારા પર કેસ દાખલ કરી શકે

 

(9:07 am IST)