Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આરએસએસ માફક દેશભરમાં મુસ્લિમ યુવાઓનું સંગઠન ઉભું કરશે જમિયત ઉલેમા-એ હિન્દ

પ્રથમ ચરણમાં પાંચ રહ્યોને 16 જિલ્લામાં ખાસ ટ્રેનિંગ અપાઈ :10 વર્ષમાં દેશના 100 જિલ્લામાં 1,25 કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરાશે: ભારત સ્કાઉટ ગાઈડથી સહયોગ

મેરઠ ;વિશ્વસ્તરની ઇસ્લામિક સંસ્થા જમિયત ઉલેમા એ હિન્દ ભારતભરમાં મુસ્લિમ યુવાઓનું એક સંગઠન તૈયાર કરવા જઈરહ્યું છે આ સંગઠન માટેની તૈયારીઓને આરએસએસની માફક સ્વયસેવક તૈયાર કરવાના રૂપે જોવાઈ રહયું છે

   જમિયત યુથ ક્લબના નામથી બનેલા આ સંગઠનના વિસ્તારના  પહેલા ફેઝમાં પાંચ રાજ્યોમાં 16 જિલ્લાના મુસ્લિમ યુવાઓને ખાસ ટ્રેનિંગ અપાઈ હતી સંગઠનનો દાવો છે કે તમામ મુસ્લિમ યુવા સમાજ માટે તમામ પ્રકારના સકારાત્મક દિશામાં કામ કરશે 

   સંગઠનના પ્લાન મુજબ દરવર્ષે 12,50 લાખ  યુવાઓને જોડીને 2028 સુધી દેશના 100 જિલ્લામાં 1,25 કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરાશે તેના માટે ભારત સ્કાઉટ ગાઈડથી સહયોગ લેવાઈ રહયો છે આ સબંધે બે દિવસ પહેલા મોટા ઇસ્લામિક કેન્દ્ર દેવબંધમાં પૂર્વ રાજ્યસભા સભ્ય મૌલાના મહમૂદ મદનીએ પશ્ચિમી યુપી,હરિયાણા,અને ગુજરાત સહીત અલગ અલગ રાજ્યોના 100 યુવાઓની ટુકડીને બોલાવી પોતાના ઈરાદા સ્પષ્ટ કરાયા હતા સંગઠનનું કહેવું છે કે આવનારા દિવસોમાં યુવાઓનું આ સંગઠન મારફત સામાન્ય લોકોના હિત ણ સુરક્ષાની દ્રષ્ટિએ કામ કરાશે

   યોજના અંતર્ગત આગામી છ મહિનામાં 10 હજાર યુવાઓને જમિયત યુથ ક્લબ સાથે જોડીને માનવસેવા માટે તૈયાર કરાશે જે રીતે દેવબંધમાં કેટલાક રાજ્યના 100 યુવાઓએ પોતાનું ટ્રાયલ પ્રદર્શન કર્યું હતું તેવી રીતે 2019માં યુથ કલબના સભ્યો પોતાની કલાનું જાહેર પ્રદર્શન કરશે  આ ઉપરાંત 2019 સુધીમાં દેશના 100 જિલ્લામાંથી 3200 યુવાઓને સ્કાઉટ માસ્તરની ટ્રેનિંગ અપાશે આમ આગામી 10 વર્ષોમાં 1,,25 કરોડ્ટયહી વધુ યુવાઓને સંગઠન સાથે જોડવામાં આવશે

(9:06 am IST)