Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મરાઠા અનામત : બંધ પરત પણ તંગદિલી હજુ યથાવત

નવી મુંબઈમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી : હિંસક પ્રદર્શન દરમિયાન કોપરખેરાના જેવા વિસ્તારમાં હિંસાના પરિણામે ખુબ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો

નવી દિલ્હી,તા. ૨૬ : મરાઠા ક્રાંતિ મોરચાએ રાજ્યવ્યાપી બંધને પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં હજુ પણ તંગ સ્થિતિ બનેલી છે. આને ધ્યાનમાં લઇને મુંબઈથી જોડાયેલા નવી મુંબઈ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ કહ્યું છે કે, મરાઠા અનામતને લઇને બુધવારના દિવસે હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. હિંસાના પરિણામ સ્વરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં હજુ પણ તંગદિલીપૂર્ણ વાતાવરણ છે. ખેરાના વિસ્તારમાં દેખાવકારો દ્વારા વાહનો પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસની સાથે તેમના સંઘર્ષ અને આગની ઘટના બાદ પોલીસે ગઇકાલે ટીયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હિંસક પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ પોલીસની એક ચોકીમાં પણ આગ લગાવી દીધી હતી. સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઇને સમુદાયના સંગઠનોએ બંધની હાકલ કરી હતી જે દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. પોલીસના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતુંકે, બંધ પરત લેવા માટે પણ તીવ્ર દબાણ લાવવામાં આવ્યું હતું. સેક્ટર છમાં ડી માર્ટ સુપર માર્કેટની નજીક પોલીસ ચોકીને ફૂંકી મારવામાં આવી હતી. બુધવારે મોડી રાત્રે કોપરખેરાના વિસ્તારમાં સ્થાનિક લોકો ગાડીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લોકો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનેક ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી. મરાઠા અનામત આંદોલનને લઇને રાજ્યવ્યાપી બંધની હાકલ પાછી ખેંચી લેવામાં આવી છે પરંતુ સ્થિતિ હજુ પણ તંગ બનેલી છે. કેટલાક વિસ્તારમાં વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે.

(12:00 am IST)