Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર: ત્રણ જવાનો ઘાયલ

શ્રીનગર :જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામા આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરાયો હોવાના સમાચાર મળી આવ્યા છે. બીજી બાજુ કાશ્મીરના અનંતનાગમાં પણ આતંકી હુમલાના સમાચાર મળી આવ્યા છે. અહીં બિજબહેરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંકતા 3 જવાનો ઘાયલ થયા છે.

(12:00 am IST)