Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કાંવડ યાત્રાના રૂટમાં મિટનું ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધ :પશ્ચિમી યુપીના ડઝનેક જિલ્લામાં લાગુ : યોગી સરકારનો નિર્ણંય

ડ્રોન,હેલીકૉપટર,પોલીસ પેટ્રોલિંગ ગાડીઓથી રખાશે દેખરેખ : મહિલા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ નિર્દેશ અપાયા

 

લખનૌ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સત્તારૂઢ ભાજપની સરકારે કાંવડ યાત્રાનારૂટ પર મિટનું ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે પ્રતિબન્ધ અપશ્ચીમી યુપીના ડઝનેક જિલ્લામાં લાગુ કરાયો છે અને દેખરેખ માટે ડ્રોન,હેલીકૉપટર,પોલીસ પેટ્રોલિંગ ગાડીઓ લગાવાઈ છે

    યોગી સરકારે શનિવારથી શરૂ થનાર અને મહિનો સુધી ચાલનાર યાત્રા માટે વિશેષ કરીને મહિલા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 20મી જુલાઈએ તમામ જિલ્લામાં કલેક્ટરને ખાસ નિર્દેશ કર્યા છે ભૂતકાળની ઘટનાઓથી સબક લઈને નિર્દેશ અપાયા છે જયારે યાત્રામાં પવિત્ર જળ લઈને જતી મહિલાઓ સાથે યૌન ઉત્પીડન જેવી ઘટનાઓ બની હતી છેલ્લા વર્ષો જેવી ઘટના ના બને તે માટે વિશેષ નિર્દેશ કરાયા છે

  શોશિયલ મીડિયામાં અફવા ફેલાવવી,કાવડીઓ અને દુકાનદારો વચ્ચે વિવાદ,અલ્પસંખ્યકની વસ્તી પાસેથી પસાર થતા સમયે ડીજે અને લાઉડ સ્પીકરનો પ્રયોગ,દારૂની દુકાનો,મિટની દુકાનો કસાઇખાના માંસાહારી ભોજન પીરસતી હોટલો પર કવાડીઓનું પ્રદર્શન જેવા બનાવો અંગે સૂચના અપાઈ છે

કુલ 11 નિર્દેશોમાં મેરઠ,મુઝફરનગર,બુલંદ શહેર, ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ, બરેલી, બિજનૌર, મુરાદાબાદ અને હાપુડ અને અન્ય જિલ્લા માટે કરાયા છે

(12:00 am IST)