Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

હવે બાઇકમાં આવે છે ચીની સૈનિક :બારહોતીમાં 5 વખત ઘૂસણખોરી

બાઈક ઉપરાંત નાની ગાડીઓ અને ઘોડા પર સતત ઘૂસણખોરી :અનેકવાર માથાકૂટ

નવી દિલ્હી ;એક સમજૂતી મુજબ નિર્ણ્ય તહ્યો હતો કે આઇટીબીપી જવાન બારાહોતી અને હિમાચલ પ્રદેશના કૌરીલ અને શીપકીમાં હથિયાર લઈને નહિ આવે,આઇટીબીપી જવાન અહીં સાધારણરીતે પેટ્રોલિંગ કરે છે જયારે અહીં ચીનના સૈનિકો ઘીષણખોરી કરે છે

  ચીનના ઘૂસણખોરી કરવાની ચાલનો વધુ એક ખુલાસો થયો છે જાણકારી મુજબ ચીની સેનાએ ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં આ મહિને જુલાઈના પહેલા સપ્તાહમાં ઘુષણખોરી કરી હતી

  આઇટીબીપીના સૂત્રો મુજબ ચીની સૈનિકો (PLA )એ 10મી જુલાઈએ બારાહોતીના તુનઝુન લા પાસે બાઈક દ્વારા ઘૂસણખોરી કરી હતીએવું જણાવાઈ રહ્યું છે કે ચીની સૈનિકો 500 મીટર સુધી વિસ્તારમાં ઘુસી આવ્યા હતા જોકે આઇટીબીપીના વિરોધ પછી આ ચીની સૈનિકો બારા હોતી વિસ્તારમાંથી પાછા ચાલ્યા ગયા હતા

   ચીની સૈનિકોએ જુલાઈ મહિનામાં અંદાજે પાંચ વખત બારા હોતી વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી 8મી જુલાઈએ ચીનના 32 સૈનિકોએ અડધો ડઝન નાની ગાડીઓ દ્વારા ઘૂસણખોરી કરી હતી અને અહીં હોતીગાદ વિસ્તારમાં અંદાજે 4 કિલોમીટર અંદર ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા આ ગાડીઓ સાથે 8મી જુલાઈએ જ એક ડઝન ચીની સૈનિક ઘોડા પર સવાર થઈને આવ્યા હતા 

  ભારતીય સુરક્ષાદળોના વિરોધ બાદ આ ચીની સૈનિકો પરત ચાલ્યા ગયા પરંતુ આ વિસ્તારમાં સતત ઘૂસણખોરી ચાલશે સૂત્રો મુજબ 3 જુલાઈ,6 જુલાઈ,અને 7 જુલાઈએ પણ ચીની સૈનિકો તુનઝુન લા ના આસપાસ અંદાજે 200 મીટર અંદર ઘુસી આવ્યા હતા

(12:00 am IST)